શ્રી દામનગર સેવા સહકારી મંડળી લી. ની ૭૨ મી વાર્ષિક સાધારણ સભા મળી રૂ|.૩૩,૦૦ લાખનો ચોખ્ખો નફો - ૧૦% ડીવીડન્ડ જાહેર - At This Time

શ્રી દામનગર સેવા સહકારી મંડળી લી. ની ૭૨ મી વાર્ષિક સાધારણ સભા મળી રૂ|.૩૩,૦૦ લાખનો ચોખ્ખો નફો – ૧૦% ડીવીડન્ડ જાહેર


શ્રી દામનગર સેવા સહકારી મંડળી લી. ની ૭૨ મી વાર્ષિક સાધારણ સભા મંડળીના પ્રમુખશ્રી હરજીભાઈ નારોલાના અધ્યક્ષ સ્થાને મળી હતી. વિશાળ સંખ્યામાં સભાસદોની ઉપસ્થિતિમાં વર્ષ ૨૦૨૨-૨૩ ના હિસાબો રજુ કરતા હરજીભાઈ નારોલા એ જણાવ્યું હતું કે મંડળીએ ગત વર્ષ દરમ્યાન રૂ..૩૩.૦૦ તેત્રીસ લાખનો ચોખ્ખો નફો કરેલ છે. સભાસદોને ૧૦% ડીવીડન્ડ જાહેર કરવામાં આવેલ છે. ૬૪૨ સભાસદો ધરાવતી મંડળીનું કે.સી.સી ધિરાણ ૧૦,૫૫ કરોડ તથા મમુ ધિરાણ ૨,૬૭ કરોડ થઇ કુલ ધિરાણ ૧૩,૨૨ કરોડ થયું છે. મંડળીને ઓડીટ વર્ગ “અ” મળેલ છે. મંડળીનું એન.પી.એ ૦ શુન્ય છે. વર્ષ દરમ્યાન ૯૯.૬૦% વસુલાત કરી ઉત્કૃસ્ટ કામગીરી કરી છે. સભાસદનું કુદરતી કે અકુદરતી રીતે અવસાન થાય તો મંડળી તરફથી રૂ|.૧૦૦૦૦/- દસ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે. અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. આયોજિત આકસ્મિક વીમા યોજનામાં સભાસદનું વિમા પ્રીમીયમ મંડળી તરફથી ભરવામાં આવે છે.

અત્રે યાદ રહે કે ગુજરાત રાજ્ય સહકારી સંઘ લી. અમદાવાદ આયોજીત વર્ષ ૨૦૨૧/૨૨ માં પરિણામ લક્ષી ઉતમ કામગીરી કરનાર સેવા સહકારી મંડળીઓની શિલ્ડ હરીફાઈમાં સમગ્ર અમરેલી જીલ્લામાં શ્રેષ્ઠ મંડળી તરીકેનું પ્રથમ સ્થાન દામનગર સેવા સહકારી મંડળી લી. એ પ્રાપ્ત કરેલ છે. મંડળીએ વર્ષ ૨૦૦૮/૦૯ માં પણ આજ રીતે પ્રથમ સ્થાન મેળવેલ હતું. આમ બન્ને વખત દામનગર મંડળી ને આ બહુમાન પ્રાપ્ત થયેલ છે.

વાર્ષિક સાધારણ સભામાં અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.ના દામનગર શાખા મેનેજરશ્રી ભરતભાઈ પાડા, સુપરવાઈઝરશ્રી અમિતભાઈ નવાપરા તથા સંદીપભાઈ માંગરોળીયા, હાજર રહ્યા હતા. મંડળીની વ્ય.કમિટીમાં હરજીભાઈ નારોલા, રણછોડભાઈ બોખા, લાલજીભાઈ નારોલા, અરજણભાઈ નારોલા, ભીમજીભાઈ વાવડીયા પ્રિતેશભાઈ નારોલા, કરમશીભાઈ કાસોદરીયા, પ્રકાશભાઈ આસોદરિયા, લાભુભાઈ નારોલા, ભીમજીભાઈ નારોલા, મનસુખભાઈ બોખા, મોહનભાઈ બુધેલીયા, વલ્લભભાઈ નારોલા વિગેરે કાર્યરત રહી મંડળીની પ્રગતિમાં યોગદાન આપી રહ્યા છે. મંડળીના પ્રમુખ તરીકે ૧૯૯૫ થી સતત ૨૯ મી વખત હરજીભાઈ નારોલા ની સર્વાનુમતે વરણી થવા પામી છે. સભાના અંતે મંડળીના મંત્રીશ્રી અનિલભાઈ જાગાણી એ આભાર વિધી કરી હતી.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.