બોટાદની મહાજનની વાડીમાં કચરાના ગંજ જમ્યા : તંત્ર કુંભકર્ણ નિદ્રામાં
બોટાદની મહાજનની વાડીમાં કચરાના ગંજ જમ્યા : તંત્ર કુંભકર્ણ નિદ્રામાં
હાલ ચોમાસુ જામ્યું છે ત્યારે બોટાદના ગઢડા રોડ પર આવેલ મહાજનની વાડી ખાતે ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળે આ વિસ્તારમાં હીરાના કારખાના આવેલ હોવાથી આ વિસ્તારમાં હજારોની સંખ્યામાં પોતાની રોજી રોટી મેળવવા માટે હીરાના કારીગરો આવી રહ્યા છે ત્યારે લોકોની અવર જવર બહુ રહે છે નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં સફાઈ કરવામાં આવતી નથી જેના લીધે અહીં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે આ વિસ્તારમાં હીરા ઉદ્યોગ હોવાથી પાનમાવા ની દુકાન દારો તેમજ ચા,ની હોટલ દ્વાર કચરો નાખવા માટે કોઈપણ જાતની વ્યવસ્થા કરવામાં આવતી નથી જેના કારણે દુકાને તેમજ ચાની હોટલે આવતા ગ્રાહકો દ્વારા કચરો રોડ પર ફેંકે છે જેના કારણે આ વિસ્તારમાં જ્યા જોવો ત્યા કચરો જોવા મળે છે આ વિસ્તારમાં સફાઈ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
રિપોર્ટ નિકુંજ ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.