આર્થિક ભીંસથી કંટાળી યુવકનો ફાંસો ખાઇ આપઘાત
ખોડીયારનગર શેરી નં.3માં રહેતા વીકીકુમાર રામાપ્રસાદ (ઉ.વ.19) નામના યુવકે ગઇકાલે રાત્રે 12 વાગ્યાની આસપાસ પોતાના ઘરે પંખાના હુકમાં દોરડા વડે ફાંસો લગાવી આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઇ હતી. પ્રાપ્ત વિગત મુજબ મૃતક યુવક મજૂરી કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો. ગઇકાલે રાત્રે તેના પિતા સાથે જમ્યા બાદ તેના િ5તા ઘર બહાર ગયા ત્યારે યુવકે અંતિમ પગલુ ભરી લીધુ હતું. બહારથી આવેલા પિતાએ રૂમ ખોલતા જ પુત્ર લટકેલો જોવા મળતા આક્રંદ મચાવ્યો હતો.
બનાવ અંગેની જાણ થતા માલવીયા પોલીસ મથકના એએસઆઇ કે.યુ.વાળા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને 108ને જાણ કરતા દોડી આવેલ 108ની ટીમે યુવકને તપાસીને મૃત જાહેર કર્યો હતો. જરૂરી કાર્યવાહી કરી પોલીસે મૃતદેહને પીએમ અર્થે સીવીલ હોસ્પિટલે ખસેડયો હતો. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે યુવક થોડા સમયથી આર્થિક ભીંસ અનુભવતો હતો. જેના કારણે તેને પગલુ ભર્યાનું પ્રાથમિક તારણ તપાસમાં ખુલ્યુ હતું. વધુમાં તે બે ભાઇમાં મોટો હતો. તેમજ તેમની માતા ત્રણ દિવસ પહેલા જ તેમના વતન બિહાર ગયા હતા. બનાવથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
