ભારતીય બનાવટનો વિદેશી દારૂ રૂ.૬૧,૩૪૫/- નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડતી અમરેલી સીટી પોલીસ ટીમ. - At This Time

ભારતીય બનાવટનો વિદેશી દારૂ રૂ.૬૧,૩૪૫/- નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડતી અમરેલી સીટી પોલીસ ટીમ.


ભારતીય બનાવટનો વિદેશી દારૂ રૂ.૬૧,૩૪૫/- નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડતી અમરેલી સીટી પોલીસ ટીમ.

અમરેલી ટાઉનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ-૨૯૬ તથા મોબાઇલ મળી કુલ કિ.રૂ.૬૧,૩૪૫/-નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડતી અમરેલી સીટી પોલીસ ટીમ.

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાંથી દારૂ જુગારની બદી દૂર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ ની સુચના અને માર્ગદર્શન મુજબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી,ભંડારી સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાંથી દારૂની બદી દૂર કરવા પ્રોહીબીશન લગત પ્રવૃત્તિ કરતાં ઇસમો ઉપર વૌચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય

ગઇ કાલ તા.૦૫/૧૧/22 ના રોજ કલાક ૨૧/૦૦ વાગ્યાથી અમરેલી સીટી પો,ઇન્સ, શ્રી આઇ.જે,ગીડા નાઓને કોમ્બીંગ નારા. પેટ્રોલીંગ દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે અમરેલી નાના કસ્બાવાડમાં રહેતા કિન્નર અબ્દુલ ઉર્ફે જુલી મહમદભાઇ વલીભાઇ કુરેશી સીપાઇ) વાળા પોતાના રહેણાંક મકાને પ્રરપ્રાંતનો ઇગ્લીશ દારૂ રાખી વેચાણ કરે છે, તેવી ચોક્કસ બાતમીના આધારે રેઇડ કરતા એક ઇસમને ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ ૨૯૬ નંગ બોટલ કી.રૂ.૫૩,૩૪૫/- તથા એક મોબાઇલ ફોન કિ.રૂ 8000/- મળી કુલ કિ.રૂ.૬૧,૩૪૫/- નો મુદ્દામાલ પકડી પાડેલ હોય અને સદરહું કામગીરી પોલીસ ઇન્સ.શ્રી આઇ.જે.ગીડા તથા અમરેલી સીટી પો.સ્ટે ના પોલીસ સ્ટાફ દ્રારા કરેલ

પકડાયેલ આરોપી

અબ્દુલ ઉર્ફે જુલી મહમદભાઇ વલીભાઇ કુરેશી (સીપાઇ) ઉ.વ.૩૫ રહે,અમરેલી, નાના કસ્બાવાડ, તા.જી.અમરેલી

એજાજ ઉર્ફે દેડકો અલ્તાફભાઇ બ્લોંચ (મકરાણી) રહે.અમરેલી, મણિનગર તા.જી.અમરેલી

પકડાયેલ મુદ્દામાલ
(૧) માસ્ટર બ્લેન્ડર્સ સીગનેચર રેર વિસ્કી ૧૮૦ મિ.લી.ની બોટલ નંગ-૬૮ કિ.રૂ.૯પર૦/-તથા
(૨) માસ્ટર બ્લેન્ડર્સ સીગનેચર રેર વીસ્કી ૩૭૫ મીલી ની બોટલ નંગ-૧૫ કિ.રૂ૪૧૨૫/- તથા
(૩) માસ્ટર બ્લેન્ડર્સ સીંગનેયર રેર વ્હિસ્કી ૩૭૫ મીલી ની બોટલ નંગ ૨૭ કિ.રૂ.૧૪,૩૧૦/- તથા
(૪) બ્લેન્ડર પ્રાઇડ વિસ્કી ૭૫૦ મીલી ની બોટલ નંગ-૯ કિ.રૂ.૫,૫૮૦/- તથા
(૫) રોયલ સ્ટેગ કલાસીક વિસ્કી ૧૮૦ મીલી ની બોટલ નંગ-૧૧૯ કિ.રૂ.૯,પર૦/- તથા (6) રોયલ સ્ટેગ બેરલ સીલેકટ વ્હિસ્કી ૩૭૫ મીલી ની બોટલ નંગ-૩ કિં.રૂ.૬,૬૬૦/- તથા
(૭) રોચલ સ્ટેગ કલાસીક વ્હિસ્કી ૩૭૫મીલીની બોટલ નંગ-૨૨ કિ.રૂ.૩૬૩૦/- જે મળી કુલ-૨૯૬ બોટલ જેની કુલ કી.રૂ૫૩,૩૪૫/-તથા એક ઓપ્પો કંપનિ નો મોબાઇલ ફોન જેની કિ.રૂ૮,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૬૧,૩૪૫/-નો મુદ્દામાલ

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જેપી,ભંડારી સાહેબના માર્ગદર્શન મુજબ અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી આઇ.જે.ગીડા તથા અમરેલી સીટી પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.