પૂ. મોરારિબાપુની રામકથા અંગે બાગેશ્વરધામનાં પંડીત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ નિમિત્ત આયોજકોને આશિર્વાદ પાઠવ્યા - At This Time

પૂ. મોરારિબાપુની રામકથા અંગે બાગેશ્વરધામનાં પંડીત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ નિમિત્ત આયોજકોને આશિર્વાદ પાઠવ્યા


પૂ. મોરારિબાપુની રામકથા અંગે બાગેશ્વરધામનાં પંડીત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ નિમિત્ત આયોજકોને આશિર્વાદ પાઠવ્યા

સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે રાજકોટમાં ૨૩ નવેમ્બરથી ૧ ડીસેમ્બર પૂ. મોરારિબાપુની ૯૪૭ મી રામ કથાનો પ્રારંભ

વૃક્ષો અને વડીલો માટે થઇ રહ્યું છે રામકથાનું આયોજન

રાજકોટમાં ૧૨ વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે પૂ.મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામકથા ૨૩ નવેમ્બરથી શરુ થઈને ૧ ડિસેમ્બર સુધી ચાલશે. દરરોજ ૧ લાખ લોકો રામકથા શ્રવણ કરશે અને પ્રસાદ લેશે. વરિષ્ઠ નાગરીકો, દિવ્યાંગો, ગર્ભવતી મહિલાઓ, પ્રજ્ઞાચક્ષુઓ અને બાળકો માટે કથા શ્રવણ માટે વિશેષ વ્યવસ્થા કરવાનો પ્રત્યન થશે. પૂ. મોરારીબાપુની સમગ્રપણે ૯૪૭ મી રામકથા યોજાશે. સમગ્ર રામકથાનાં આયોજન અંગે હિંદુ ધર્માચાર્ય મહાસભાના કન્વીનર અને સેક્રેટરી તેમજ સદભાવના વૃદ્ધાશ્રમનાં માર્ગદર્શક અને સંરક્ષક પ. પૂ (ડૉ.) પરમાત્માનંદ સરસ્વતીજીનું સતત માર્ગદર્શન મળી રહ્યું છે.
વૃક્ષો અને વડીલો બંને છાયા આપે છે. પરિવારમાં જયારે વડીલ હોય ત્યારે માથા પર તેમની છત્રછાયા હોય તેવો અનુભવ થાય છે અને વૃક્ષો પણ છાયા આપે છે. આ કથાનું આયોજન વૃક્ષો અને વડીલો માટે કરવામાં આવ્યું છે.પંડીત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બાગેશ્વરધામનાં પંડિત છે. તેઓ હનુમાનજીનાં ભક્ત છે. તેઓ હનુમાનજીની આરાધના કરવા માટે લોકોને પ્રેરિત કરે છે.
સંસ્કાર, સંસ્કૃતિ અને સેવાનાં સિંચન સમા આ રામકથા આયોજનમાં ઉપસ્થિત રહેવા પંડીત ધીરેન્દ્ર શાસ્ત્રીને આમંત્રણ પાઠવાયું છે. બાગેશ્વરધામનાં પંડીત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ રામકથાનાં આયોજનમાં નિમિત્ત આયોજકોને અભિનંદન આપ્યા છે.વૃક્ષો અને વડીલોની સેવા કરતા સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે તા. ૨૩ નવેમ્બર–૨૦૨૪ થી તા. ૦૧ ડીસેમ્બર-૨૦૨૪ સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ,રાજકોટ ખાતે પૂ. મોરારિ બાપુની વૈશ્વિક રામકથા યોજાનાર છે. વૈશ્વિક રામકથાની વિશેષ વિગતો માટે મો.9664851738 પર સંપર્ક કરવા સદભાવના વૃદ્ધાશ્રમની યાદીમાં જણાવાયું છે. વૈશ્વિક રામકથા કાર્યાલય : ધ ટવિન ટાવર, અમીન માર્ગ, સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ પાસે, રાજકોટ.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.