ધંધુકા પરશુરામ ગ્રુપ દ્વારા શ્રી ભવાની મંદિર ખાતે વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજાયો. - At This Time

ધંધુકા પરશુરામ ગ્રુપ દ્વારા શ્રી ભવાની મંદિર ખાતે વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજાયો.


ધંધુકા પરશુરામ ગ્રુપ દ્વારા ગઈ કાલે શુભ દિવસે વૃક્ષા રોપણ નો કાર્યક્રમ શ્રી ભવાની મંદિર પ્રારંભ કરવામાં આવેલ છે જેના દ્વારા આપડી આવનારી પેઢી ને પણ આપણ ને જેવી વનસ્પતિઓ, ઔષધિ, સમિધા પ્રાપ્ત થાય છે તેવી તેઓ ને પણ પ્રાપ્ત થયા,એવા વિચાર સાથે આ કાર્ય નો આજ થી મંગલ પ્રારંભ કર્યો.તે ઉપરાંત
ધંધુકા પરશુરામ ગ્રુપે જણાવ્યું હતું કે આપણા દેશમાં વનમહોત્સવ ઊજવાય છે. તે નિમિત્તે ખુલ્લી જગ્યામાં, રસ્તાની બંને બાજુએ, નિશાળોમાં અને પડતર જમીનમાં વૃક્ષો વાવવામાં આવે છે અને તેનું જતના કરવાનો સંકલ્પ કરવામાં આવે છે. આવા કાર્યક્રમોમાં બાળકોને મોટા પ્રમાણમાં જોડી દરેક બાળકને એક-એક વૃક્ષ વાવવાનું પ્રોત્સાહન આપવું તે ખૂબ જ ઉપયોગી નીવડી શકે. આથી વૃક્ષોની સંખ્યામાં વધારો કરી સૃષ્ટિસૌંદર્યમાં વધારો કરી શકાશે. વળી હવા, પાણી અને અવાજના વધતા જતા પ્રદૂષણના જટિલ પ્રશ્નનું નિરાકરણ પણ કરી શકાશે. દરેક બાળકને પ્રોત્સાહન આપી આપણે વૃક્ષોની સંખ્યા વધારતા જઈએ તો તે સમગ્ર માનવજાતિ માટે સૌથી ઉમદા કાર્ય બની રહેશે. આમ થવાથી પ્રદૂષણનું પ્રમાણ ઘટાડી વાતાવરણ સુધારી શકાશે. આપણે નિશ્ચય કરીએ કે, દરેક બાળક દર વર્ષે, એક-એક વૃક્ષ તો ઉગાડે જ. આ માટે એમને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપીએ. આથી બાળકોને વૃક્ષો તરફ આપોઆપ પ્રેમ અને આકર્ષણ થાય અને વાતાવરણ લીલુંછમ થશે અને પ્રદૂષણ ઘટશે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.