રો-મટિરિયલની અછત અને વરસાદને કારણે પ્રોડક્શન ઘટ્યું, ડ્રોન, પબજી, હેલિકોપ્ટર ફટાકડાની બાળકોમાં સૌથી વધુ માગ - At This Time

રો-મટિરિયલની અછત અને વરસાદને કારણે પ્રોડક્શન ઘટ્યું, ડ્રોન, પબજી, હેલિકોપ્ટર ફટાકડાની બાળકોમાં સૌથી વધુ માગ


દિવાળીના તહેવારમાં લોકો એકબીજાને મોઢું મીઠું કરાવી ફટાકડા ફોડીને નવા વર્ષની ઉજવણી કરતા હોય છે. જેમાં લોકો મોડીરાત સુધી આતશબાજી કરતા હોય છે અને ફટાકડાના આવજથી શહેર કે ગામને ગજવી નાખે છે. પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રાજકોટમાં 40થી 60 ટકા વધુ ભાવ વધારો ફટાકડામાં થતા મોટાભાગના વેપારીઓનું માનવું છે કે, આ વર્ષે વેચાણમાં થોડી અસર જોવા મળશે. આ વર્ષે રો-મટિરિયલની અછત અને વરસાદને કારણે ફટાકડાનું પ્રોડક્શન ઘટ્યું છે. સાથેસાથે આ વર્ષે બાળકોમાં ડ્રોન, પબજી, હેલિકોપ્ટર સહિતના ફટાકડાની માગ વધુ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.