સંજેલી ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગનો દિવાળી વેકેશન સ્પેશિયલ બેંચનો શુભારંભ.... - At This Time

સંજેલી ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગનો દિવાળી વેકેશન સ્પેશિયલ બેંચનો શુભારંભ….


સંજેલી ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગનો
દિવાળી વેકેશન સ્પેશિયલ બેંચનો શુભારંભ....

સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ છેલ્લા 18 વર્ષથી કાર્યરત છે. જેમાં નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે.

જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણાના અધ્યક્ષ સ્થાને તાલીમ વર્ગ સંજેલી - મોરા - સુખસર - રંધિકપુર ખાતે તાલીમ વર્ગ શરૂ કરવામાં આવેલ છે. તાલીમ વર્ગના સંચાલકે જણાવ્યું હતું કે અમારા તાલીમ કેન્દ્રો પર જે બાળકોએ નવોદયના ફોર્મ ભરેલા હોય તેમને નવોદય પરીક્ષાની તૈયારી કરાવવામાં આવશે.. અમારા તમામ ક્લાસ પર જે બાળકો અનાથ હોય તેમને વિનામૂલ્યે માર્ગદર્શન અને તાલીમ તેમજ જરૂરી મટીરીયલ આપવામાં આવશે.. જે બાળકોને દિવાળી વેકેશનમાં સ્પેશિયલ બેંચમાં એડમિશન મેળવવું હોય તેમને સંજેલી - દિલીપ સર , મોરા - અશ્વિન સર, સુખસર - રાજુ સર, રંધિકપુર, ચેતક સર નો સંપર્ક સવારના 10.30 થી 4.15 વાગ્યા સુધી સંપર્ક કરવો તથા વધુ માહિતી માટે સીધો સંપર્ક હેડ ઓફિસ શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલી (ઠાકોર ફળિયું) દિલીપકુમાર એચ. મકવાણા સાહેબ નો સંપર્ક કરવા જણાવાયું છે. ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંજેલી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.