સરકારી હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓનો ધસારો
- સુરેન્દ્રનગર-જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે રોગચર્ચાની દહેશત- શરદી-તાવ અને વાયરલ ઇન્ફેક્શનના પ્રતિ દિન 540 થી વધુ કેસ : 40 થી વધુ દર્દી દાખલસુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે રોગચાળાએ પણ માથુ ઉચક્યું છે. શહેરની સરકારી હોસ્પિટલની ઓપીડીમાં રોજં ૫૩૦થી ૫૪૦ દર્દી નોંધાઇ રહ્યા છે. તેમાં શરદી-તાવના ૨૦૦ દર્દી હોય છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલેમાં આવતા દર્દીઓનો ધસારો મોટા પ્રમાણમાં હોવાનું તબીબો જણાવી રહ્યાં છે. તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાન સાથે દવા છંટકાવની કામગીરી શરૃ કરવામાં આવે તેવી પ્રચંડ માગણી ઉઠી છે. જો તંત્ર તાકિદે જાગશે નહીં તો શહેર અને જિલ્લામાં રોગચાળો ફાટી નીકળે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. જિલ્લામાં વરસાદી વાતાવરણ સાથે રોગચાળાએ માથુ ઉચક્યુ છે, એકબાજુ કોરોનાના કેસ વધી રહ્યા છે. તો બીજી બાજુ મચ્છર જન્ય અને પાણી જન્ય શરદી, તાવ, ઉધરસ જેવા રોગોએ માથુ ઉંચક્યુ હોવાનું છે. શહેરનાં અનેક વિસ્તારોમાં દિવસો સુધી વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા છે, અનેક જગ્યાએ ગંદકી, ઉકરડાના ઢગલા, ખાનગી પ્લોટોમાં ભરાતા પાણી વિગેરેને કારણે રોગચાળો ફેલાવાની શક્યતા વધતી જાય છે. બીજી બાજુ વાયરલ ઈન્ફેક્શનને કારણે પણ રોગચાળો વધવાની શક્યતા છે. ચોમાસાની સિઝનને રોગચાળાની ઋતુ માનવામાં આવે છે. એક માત્ર સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલમાં જ રોજનાં ૫૩૦થી ૫૪૦ કેસ આવી રહ્યા છે. તેમાંથી ૨૦૦ જેટલા ઓ.પી.ડી. કેસમાં શરદી, તાવ, વાયરલ ઈન્ફેક્શનના દર્દીઓ હોય છે. ૭૦ ઓ.પી.ડી. કેસો બાળરોગોની સમસ્યાને લગતા હોય છે. આ હોસ્પિટલમાં હાલ વિવિધ રોગનાં ૪૦ દર્દીને દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય બાબત એ છેકે, સરકારી હોસ્પિટલમાં આટલી ઓ.પી.ડી નોંધાતી હોય તો ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા કેટલી મોટી હશે.? હોસ્પિટલમાં દાખલ દર્દીઓનાં વોર્ડની પાછળ જ ગંદકી !સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલમાં હાલ ૪૦ જેટલા દર્દી દાખલ થઈ સારવાર લઈ રહ્યા છે. દર્દીઓને જ્યાં દાખલ કરવામાં આવ્યા છે ત્યાં પ્રસુતિ વિભાગની પાછળના ભાગમાં અસહ્ય ગંદકી કદબદતી હોવાની ફરિયાદ ઉઠી છે. હોસ્પિટલમાં રોગ મુક્ત થવા આવતા દર્દીઓ ગંદકીથી વધુ માંદા પડે તેવો ઘાટ સર્જાયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.