2000 કરોડનું ટર્ન ઓવર ધરાવતી APMCના ચેરમેનનું સુકાન પાટીદાર રમણ અંબેલાલની વરણી - At This Time

2000 કરોડનું ટર્ન ઓવર ધરાવતી APMCના ચેરમેનનું સુકાન પાટીદાર રમણ અંબેલાલની વરણી


- વાઇસ ચેરમેન સંદીપ દેસાઈએ દરખાસ્ત મૂકી અને મોહન ભાટિયાએ ટેકો આપ્યોસુરત,તા,23 જુલાઈ 2022,શનિવારવર્ષે દહાડે 2000 કરોડનું ટર્ન ઓવર ધરાવતી એપીમસીના ચેરમેન તરીકે પાટીદાર ડિરેક્ટર રમણ અંબેલાલ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.છેલ્લા 25 વર્ષ થી એપીમસીના ચેરમેન તરીકે રહ્યા બાદ વિવાદ થતાં ચેરમેન પદેથી રમણ જાનીએ રાજીનામું આપ્યા બાદ ખાલી પડેલી જગ્યા માટે અનેક નામો ચર્ચાતા હતા.આખરે આજે જીલ્લા રજીસ્ટ્રાર ભરૂચના અધ્યક્ષ સ્થાને એપીમસી ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કુલ 17 ડિરેક્ટરમાંથી બે પર મનાઈ હુકમ આવ્યો હતો. માજી ચેરમેન રમણ નાથુભાઈ પટેલ અને જીલ્લા રજીસ્ટ્રાર સુરત ગેરહાજર રહ્યા હતા. બાકીના તમામ ૧૩ સભ્યો દ્વારા ચેરમેનની વરણીની પ્રકિયા શરૂ કરાઇ હતી. જેમાં ચેરમેન પદ માટે રમણ અંબેલાલ પટેલની ઉમેદવારી માટેની દરખાસ્ત સંસ્થાના વાઈસ ચેરમેન સંદીપ દેસાઈએ કરી અને આ દરખાસ્તને સભ્ય મોહન પટેલએ ટેકો આપ્યો હતો. અન્ય કોઈ દરખાસ્ત આવેલ ન હોય રમણભાઈ અંબેલાલ પટેલ એ.પી.એમ.સી સુરતના ૯ માં ચેરમેન તરીકે બીનહરીફ ચુંટાઇ આવ્યા હતા. રમણ અંબાલાલ પટેલ છેલ્લા 28 વર્ષથી સંસ્થા સાથે જોડાયેલા છે. આમ પાટીદારની ચેરમેન તરીકે વરણી થઈ હતી. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.