પતંજલિના દંત મંજનમાં નોન-વેજ મટિરિયલ હોવાનો દાવો:દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી, કોર્ટે રામદેવ પાસે જવાબ માંગ્યો
પતંજલિની પ્રોડક્ટ દિવ્ય દંત મંજન અંગે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે પ્રોડક્ટમાં નોનવેજ મટિરિયલ છે. પિટિશનર એડવોકેટ યતિન શર્માએ આરોપ લગાવ્યા છે કે કંપની તેના 'દિવ્ય દંત મંજન'માં 'સમુદ્ર ફેન' (કટલફિશ) નામના માંસાહારી પદાર્થનો ઉપયોગ કરે છે. એડવોકેટ યતિન શર્માએ પણ જણાવ્યું છે કે માંસાહારી તત્વોનો ઉપયોગ કરવા છતાં પ્રોડક્ટ પર ગ્રીન એટલે કે શાકાહારી લેબલ આપવામાં આવ્યું છે. તેના પર કોર્ટે પતંજલિ આયુર્વેદ અને બાબા રામદેવને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. જસ્ટિસ સંજીવ નરુલાએ આ પ્રોડક્ટ બનાવતી કેન્દ્ર સરકાર અને પતંજલિની દિવ્ય ફાર્મસીને પણ નોટિસ ફટકારી છે. કેસની આગામી સુનાવણી 28 નવેમ્બરે થશે. અરજદારનો દાવો- તેમની ભાવનાઓને ઠેસ પહોંચી
અરજીકર્તા યતિને દાવો કર્યો છે કે યોગગુરુ રામદેવે પોતે એક વીડિયોમાં સ્વીકાર્યું છે કે તેમની પ્રોડક્ટમાં કટલફિશનો ઉપયોગ કરવામાં આવે છે. તેમ છતાં કંપની ખોટી બ્રાન્ડિંગ કરી રહી છે અને મંજનને શાકાહારી કહી રહી છે. કોર્ટને કહેવામાં આવ્યું કે અરજદાર અને તેનો પરિવાર નાખુશ છે કારણ કે તેઓ માત્ર શાકાહારી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. પરંતુ જ્યારથી તેમને ખબર પડી કે દિવ્ય દંત મંજનમાં સીફોમનો ઉપયોગ કરવામાં આવે છે. તેમની લાગણીઓને ભારે ઠેસ પહોંચી છે. પેઢાંને મજબૂત કરવાનો દાવો
પતંજલિ વેબસાઈટ મુજબ દિવ્ય દંત મંજન પેઢા તેમજ દાંત માટે સૌથી શક્તિશાળી ઔષધીય ઉત્પાદન છે. આ ટૂથ પાવડરનો ઉપયોગ કરવાથી પેઢા મજબૂત બને છે. આના કારણે દાંતની સમસ્યાઓ જેવી કે પાયોરિયા (પેઢામાંથી લોહી અને પરુ આવવું) દૂર થઈ જાય છે. પતંજલિની દવાઓના લાઇસન્સ પરનો પ્રતિબંધ હટાવ્યો
ઉત્તરાખંડ સરકારે 17 મેના તેના આદેશને હોલ્ડ કર્યો છે, જેમાં પતંજલિ આયુર્વેદ અને દિવ્ય ફાર્મસીના 14 પ્રોડક્ટના લાઇસન્સ રદ કરવામાં આવ્યા હતા. ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કરવામાં આવ્યા બાદ સરકારે તેના આદેશને રદ્દ કર્યો હતો. 30 એપ્રિલના રોજ, રાજ્ય સરકારે બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ અને દિવ્ય ફાર્મસીના 14 પ્રોડક્ટના મેન્યુફેક્ચસિંગ લાયસન્સ સસ્પેન્ડ કર્યા હતા. ઉત્તરાખંડ સરકારની લાઇસન્સિંગ ઓથોરિટીએ પણ પ્રોડક્ટો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે પતંજલિ આયુર્વેદની પ્રોડક્ટ વિશે વારંવાર ભ્રામક જાહેરાતો પ્રકાશિત કરવાને કારણે કંપનીનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ સમાચાર પણ વાંચો... સુપ્રીમ કોર્ટે પતંજલિ સામે તિરસ્કારનો કેસ બંધ કર્યો, રામદેવ-બાલકૃષ્ણની માફી સ્વીકારી; કહ્યું- જો આદેશનું પાલન નહીં થાય તો કડક સજા થશે પતંજલિ આયુર્વેદ અને યોગ ગુરુ સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને રાહત આપતાં સુપ્રીમ કોર્ટે તેમની સામે કોર્ટના અવમાનના કેસને બંધ કરી દીધો છે. 13 ઓગસ્ટના રોજ કોર્ટે બંનેને કડક ચેતવણી આપતા કહ્યું હતું કે જો તેઓ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને કંઈપણ કરશે, જેમ કે અગાઉ થયું હતું, તો કોર્ટ કડક સજા આપશે. સુપ્રીમ કોર્ટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની અરજી પર સુનાવણી કરી હતી, જેમાં કોવિડ વેક્સિનેશન અને એલોપેથીને બદનામ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.