દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઈટ રદ થતા પેસેન્જરોનો હોબાળો:ઉડાન ભરવાની 5 મિનિટ પહેલાં જાણ કરી, મુસાફરોએ એરપોર્ટ પર જ હાય હાયના નારા લગાવ્યા - At This Time

દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઈટ રદ થતા પેસેન્જરોનો હોબાળો:ઉડાન ભરવાની 5 મિનિટ પહેલાં જાણ કરી, મુસાફરોએ એરપોર્ટ પર જ હાય હાયના નારા લગાવ્યા


અક્ષરા એર QP 1146 દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઈટમાં હોબાળો પેસેન્જરોએ હોબાળો મચાવ્યો. ઉડાન ભરવાની 5 મિનિટ પહેલા જ ફ્લાઇટ કેન્સલ થઈ હોવાનું જણાવતા પેસેન્જરોએ પિત્તો ગુમાવ્યો અને હાય હાયના નારા લગાવ્યા. મહિલાઓ અને બાળકો પરેશાન થઈને ફ્લાઈટના કર્મચારીઓને બાનમાં લીધા હતા. પેસેન્જરો હજુ એરપોર્ટ પર રઝળપાટ કરી રહ્યા છે. જાણવા મળતી માહિતી મુજબ, ફ્લાઈટ ઉડાન ભરવાની 5 મિનિટ પહેલા જ કેન્સલ થઇ હતી. જેની જાણ પેસેન્જરોને થતા હોબાળો મચાવ્યો હતો. એરપોર્ટ પર અફરાતફરી જેવો માહોલ
ફ્લાઈટમાં વિલંબથી મુસાફરો અકળાઈ ગયા હતા. જેના કારણે એરપોર્ટ પર જ હાય... હાય...ના નારા લગાવ્યા હતા. ફ્લાઈટ કેન્સલ થતા મુસાફરો અને સુરક્ષાકર્મીઓનું ઘર્ષણ થયું હતું. એરપોર્ટ પર મુસાફરોએ બૂમાબૂમ કરતા અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. મુસાફરોએ અન્ય ફ્લાઈટની માંગણી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image