લોકસભામાં થોડીવારમાં વન નેશન-વન ઇલેક્શન બિલ રજુ થશે:સરકારે કહ્યું- આનાથી વહીવટી ક્ષમતા વધશે અને ચૂંટણી સંબંધિત ખર્ચમાં ઘટાડો થશે - At This Time

લોકસભામાં થોડીવારમાં વન નેશન-વન ઇલેક્શન બિલ રજુ થશે:સરકારે કહ્યું- આનાથી વહીવટી ક્ષમતા વધશે અને ચૂંટણી સંબંધિત ખર્ચમાં ઘટાડો થશે


સંસદના શિયાળુ સત્રનો મંગળવારે (17 ડિસેમ્બર) 17મો દિવસ છે. વન નેશન-વન ઇલેક્શન બિલ થોડીવારમાં લોકસભામાં રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ સૌપ્રથમ વન નેશન, વન ઇલેક્શન માટે 129મું બંધારણ સંશોધન બિલ રજૂ કરશે. સરકાર લોકસભામાં વન નેશન-વન ઇલેક્શન સંબંધિત બે બિલ રજૂ કરશે. બંને બિલોને કેન્દ્રીય કેબિનેટ દ્વારા 12 ડિસેમ્બરે મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ સૌપ્રથમ વન નેશન, વન ઇલેક્શન માટે 129મું બંધારણ સંશોધન બિલ રજૂ કરશે. કોંગ્રેસ અને શિવસેનાએ તેમના સાંસદોને વ્હીપ જાહેર કર્યા છે. બીજું બિલ કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સંબંધિત ત્રણ કાયદાઓમાં સુધારો કરવાનું છે. આ બિલમાં કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર અધિનિયમ- 1963, ધ ગવર્નમેન્ટ ઓફ નેશનલ રેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી- 1991 અને જમ્મુ અને કાશ્મીર રિઓર્ગેનાઈઝેશન એક્ટ- 2019નો સમાવેશ થાય છે. તેના દ્વારા જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે સુધારા પણ કરી શકાય છે. રાજ્યસભામાં બીજા દિવસે પણ બંધારણ પર વિશેષ ચર્ચા ચાલુ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે ચર્ચાનો જવાબ આપી શકે છે. આ પહેલા પીએમએ 14 ડિસેમ્બરે લોકસભામાં બંધારણ પર વિશેષ ચર્ચામાં ભાગ લીધો હતો. ચર્ચા દરમિયાન તેમણે કોંગ્રેસને બંધારણનો શિકાર કરનારી પાર્ટી ગણાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.