Shame...Shame ધર્મેન્દ્ર પ્રધાન, વિપક્ષની નારેબાજી:સંસદ સત્રમાં NEET કૌભાંડનો વિરોધ થયો, PM, શાહ અને રાજનાથે સાંસદ તરીકે શપથ લીધા - At This Time

Shame…Shame ધર્મેન્દ્ર પ્રધાન, વિપક્ષની નારેબાજી:સંસદ સત્રમાં NEET કૌભાંડનો વિરોધ થયો, PM, શાહ અને રાજનાથે સાંસદ તરીકે શપથ લીધા


18મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થઈ ગયું છે. સૌપ્રથમ ગૃહમાં રાષ્ટ્રગાન થયું, ત્યારબાદ અગાઉના ગૃહના દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ પછી પીએમ મોદીએ લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા. મોદી બાદ તેમની કેબિનેટના લોકસભા સાંસદો શપથ લઈ રહ્યા છે. જ્યારે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું નામ શપથ માટે બોલાવવામાં આવ્યું ત્યારે વિપક્ષે NEET-NEET, શેમ-શેમના નારા લગાવ્યા. વિપક્ષે NEET પેપર હેરાફેરી મામલે તેમના રાજીનામાની પણ માગ કરી છે. સત્રની શરૂઆત પહેલા સંસદ પહોંચેલા પીએમ મોદીએ કહ્યું- દેશ ચલાવવા માટે દરેકની સહમતિ જરૂરી છે. અમે બધાને સાથે લઈ આગળ વધવા ઇચ્છીએ છીએ. અમે બંધારણની મર્યાદાઓનું પાલન કરીને દેશને આગળ લઈ જવા માગીએ છીએ. દેશને જવાબદાર વિપક્ષની જરૂર છે. નવા સાંસદો આજે અને આવતીકાલે સંસદમાં શપથ લેશે. આ પહેલા બીજેપી સાંસદ ભર્તુહરિ મહતાબને સોમવારે સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુ રાષ્ટ્રપતિ ભવનમાં હાજર હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.