પરીક્ષા પે ચર્ચામાં PMનો વિદ્યાર્થીઓને બોધપાઠ:કહ્યું- બેટરનું ધ્યાન હંમેશાં બોલ પર જ હોય છે, અવાજ પર નહીં; તેમની પાસેથી અભ્યાસ પર ફોકસ કરવાનું શીખો
'પરીક્ષા પે ચર્ચા' ના આઠમાં એડિશનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ સાથે બોર્ડ પરીક્ષાઓ વિશે વાત કરી રહ્યા છે. પીએમએ વિદ્યાર્થીઓને કહ્યું કે સ્ટેડિયમમાં દર્શકો ચોગ્ગા અને છગ્ગા પર બૂમો પાડે છે પરંતુ બેટરનું ધ્યાન ફક્ત બોલ પર હોય છે. તમારે ફક્ત આ પ્રકારના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ વર્ષે આ કાર્યક્રમ એક નવા ઇન્ટરેક્ટિવ ફોર્મેટમાં યોજાઈ રહ્યો છે. આ વખતે ઘણી સેલિબ્રિટીઓ પણ તેમાં ભાગ લઈ રહી છે. આ સમગ્ર કાર્યક્રમ 8 એપિસોડમાં વહેંચાયેલો છે જેમાં વિવિધ ક્ષેત્રોના 12 સેલિબ્રિટી બાળકોના પ્રશ્નોના જવાબ આપશે. આમાં પીએમ મોદી બાળકોના પ્રશ્નોના જવાબ આપશે
આ પ્રકારના તમામ સમાચાર માટેે
