150 ફૂટ રિંગ રોડ પર ખાનગી બસોની પ્રવેશબંધીનો નિર્ણય 6 માસ માટે મોકૂફ; સંચાલકે કહ્યું- પોલીસને પૂરતો સપોર્ટ કરીશું - At This Time

150 ફૂટ રિંગ રોડ પર ખાનગી બસોની પ્રવેશબંધીનો નિર્ણય 6 માસ માટે મોકૂફ; સંચાલકે કહ્યું- પોલીસને પૂરતો સપોર્ટ કરીશું


રાજકોટમાં થોડા દિવસો પહેલા પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડી ખાનગી બસો માટે 150 ફૂટ રિંગરોડ પર પ્રવેશબંધી ફરમાવવામાં આવી હતી. જોકે આ નિર્ણયને લઈને ટ્રાવેલ્સ સંચાલકોએ વિરોધ કરતા પોલીસ કમિશનરે ગઈકાલે બપોરે 2થી 5 ટ્રાવેલ્સ બસોને પ્રવેશની છૂટ આપવામાં આવી હતી, પરંતુ તેનાથી પણ ટ્રાવેલ્સ સંચાલકો સંતુષ્ટ નહીં હોવાથી આજે ભાજપના શહેર પ્રમુખ સહિતનાની હાજરીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાનગી લક્ઝરી બસોની પ્રવેશબંધી 6 મહિના મોકૂફ રાખવાનો નિર્ણય લેવાતા ટ્રાવેલ્સ સંચાલકોએ આ નિર્ણયને વધાવી લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.