પન્નુ કેસ- આરોપી નિખિલ ગુપ્તાનો પહેલો વીડિયો જાહેર:અધિકારીઓ તેને અમેરિકા લઈ જતા દેખાયા, તેણે કોર્ટમાં ખૂદને નિર્દોષ જાહેર કર્યો - At This Time

પન્નુ કેસ- આરોપી નિખિલ ગુપ્તાનો પહેલો વીડિયો જાહેર:અધિકારીઓ તેને અમેરિકા લઈ જતા દેખાયા, તેણે કોર્ટમાં ખૂદને નિર્દોષ જાહેર કર્યો


ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાના કેસમાં આરોપી નિખિલ ગુપ્તાને સોમવારે યુએસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેણે પોતાને નિર્દોષ જાહેર કર્યા છે. 16 જૂને ચેક રિપબ્લિકથી અમેરિકા પહોંચેલા નિખિલનો પહેલો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં પ્રાગ અને અમેરિકન પોલીસ નિખિલને પ્લેનમાં બેસાડતા જોવા મળે છે. અમેરિકન એજન્સીઓના રિપોર્ટ પર ગયા વર્ષે 30 જૂને ચેક રિપબ્લિક દ્વારા નિખિલની ધરપકડ કરવામાં આવી હતી. અમેરિકાએ આરોપ લગાવ્યો હતો કે પન્નુ પર ઘાતક હુમલાનું ષડયંત્ર ન્યૂયોર્કમાં ઘડવામાં આવ્યું હતું. આમાં ભારતનો હાથ હતો. આ ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું. અમેરિકન એજન્સીઓ અનુસાર આ પ્લાનિંગ પીએમ મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન કરવામાં આવ્યું હતું. જો કે આ માહિતી 22 નવેમ્બરે આપવામાં આવી હતી. પન્નુની હત્યાના કાવતરાના કેસમાં 29 નવેમ્બર 2023ના રોજ ન્યૂયોર્ક પોલીસની ચાર્જશીટ જાહેર કરવામાં આવી હતી. પન્નુને મારવા માટે 83 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા
ચાર્જશીટમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે. તેમાં લખ્યું છે કે, ભારતના એક પૂર્વ CRPF ઓફિસરે તેને પન્નુની હત્યાની યોજના બનાવવા કહ્યું હતું. નિખિલે કામના બદલામાં 83 લાખ રૂપિયા આપવા માટે એક વ્યક્તિ સાથે સોદો કર્યો હતો. આ પછી આ વર્ષે એપ્રિલમાં અમેરિકન મીડિયા વોશિંગ્ટન પોસ્ટે તેના અહેવાલમાં દાવો કર્યો હતો કે, પન્નુની હત્યાના કાવતરા પાછળ RAWનો હાથ હતો. રિપોર્ટ અનુસાર પન્નુની હત્યાનું સમગ્ર પ્લાનિંગ RAWના વરિષ્ઠ અધિકારી વિક્રમ યાદવે કર્યું હતું. તેણે એક હિટ ટીમને હાયર કરી હતી. યાદવે પન્નુ વિશેની માહિતી ભારતીય એજન્ટ નિખિલ ગુપ્તાને મોકલી હતી, જેમાં તે ન્યૂયોર્કમાં હોવાનો ખુલાસો થયો હતો. આ પછી નિખિલ ગુપ્તાએ પન્નુને મારવા માટે એક એજન્ટનો સંપર્ક કર્યો. જોકે, પ્લાનિંગ સફળ થાય તે પહેલા જ નિખિલ ગુપ્તાની ધરપકડ કરવામાં આવી હતી. પન્નુ કેસમાં ક્યારે, શું થયું, ચાર્જશીટ મુજબ સંપૂર્ણ ટાઈમલાઈન...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.