આઝાદી પર્વઃ બોર્ડર પર પાક સેનાએ ભારતીય સૈન્યને કરાંચી અને લાહોરની મિઠાઈ ભેટ આપી - At This Time

આઝાદી પર્વઃ બોર્ડર પર પાક સેનાએ ભારતીય સૈન્યને કરાંચી અને લાહોરની મિઠાઈ ભેટ આપી


નવી દિલ્હી, તા. 14. ઓગસ્ટ 2022 રવિવાર14 ઓગસ્ટને પાકિસ્તાન પોતાના આઝાદી દિવસ તરીકે ઉજવે છે.આ પ્રસંગે આજે પાકિસ્તાનના સૈનિકોએ વાઘા બોર્ડર પર ભારતીય સેનાના અધિકારીઓને મીઠાઈ ભેટ આપી હતી.પાકિસ્તાની અર્ધલશ્કરી દળ રેન્જર્સ અને ભારતના અર્ધ લશ્કરી દળ બોર્ડર સિક્યુરિટી ફોર્સના સૈનિકો અને જવાનો વચ્ચે એક બીજાને મીઠાઈની આપલે થઈ હતી.14 ઓગસ્ટની સવારે વાઘા બોર્ડર પર પોતાની સરહદમાં પાકિસ્તાની અધિકારીઓએ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજયો હતો અને પરેડનુ પણ નિરિક્ષણ કર્યુ હતુ.પાક અધિકારીઓએ ભારતીય અધિકારીઓેને લાહોર અને કરાચીમાં બનેલી મિઠાઈ ભેટ આપી હતી.બંને દેશો વચ્ચે આ પરંપરા વર્ષોથી ચાલતી રહી છે.આઝાદીના દિવસે બંને દેશો વચ્ચે મિઠાઈની આપેલ થતી હોય છે.Punjab | Pakistan Rangers and Border Security Force (BSF) exchange sweets at Attari-Wagah border, Amritsar on the occasion of Independence Day of Pakistan pic.twitter.com/0TkjIhuSz4— ANI (@ANI) August 14, 2022


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.