પાકિસ્તાનમાં આતંકવાદીઓને સુરક્ષાકર્મીઓ કરતાં વધુ પગાર મળે છે:સરકાર ખાણોની સુરક્ષા માટે આતંકવાદીઓને હપ્તા આપે છે, જેમાં BLA, TTP સામેલ
પાકિસ્તાન ભલે પોતાના દેશમાં પ્રોજેક્ટ ચલાવવા માટે ચીનને સુરક્ષા આપવાના મોટા મોટા વચનો આપી રહ્યું હોય, પરંતુ જમીની વાસ્તવિકતા જુદી છે. પાકિસ્તાનના બલૂચિસ્તાન રાજ્યની સરકાર તેના ખાણ ઉદ્યોગને સુરક્ષા આપવા સક્ષમ નથી. તે ખાણ ઉદ્યોગને બચાવવા માટે આતંકવાદી સંગઠનોને 'હફ્તા' આપી રહ્યું છે. સરકાર પ્રતિબંધિત આતંકવાદી જૂથ બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)ને પૈસા આપી રહી છે જેથી તેઓ ખાણ કંપનીઓના કર્મચારીઓ પર હુમલો ન કરે. વાસ્તવમાં, બલૂચિસ્તાન પ્રાંતના હમાઈ, દેગારી, માચ, ઝિયારત, ચામલાંગ અને અબેગામમાં કોલસાનો મોટો ભંડાર છે. અહીં 21 કરોડ ટન કોલસાનો અંદાજ છે. અહીં સ્થિત 60 કિમી લાંબી ચામલાંગ કોલસાની ખાણોમાં ઉચ્ચ અસ્થિર સી બિટ્યુમિનસથી લઈને ઉચ્ચ અસ્થિર એ બિટ્યુમિનસ સુધીનો કોલસો છે, જેનો ભંડાર 60 લાખ ટન છે. બલૂચિસ્તાનમાં 3 હજાર ખાણો, 40 હજાર લોકોને રોજગાર મળી રહ્યો છે
પાકિસ્તાન સરકાર માઈનિંગ કંપનીઓને સુરક્ષા આપવાના નામે આતંકવાદી સંગઠનો સાથે સાંઠગાંઠ કરી રહી છે. બલૂચિસ્તાનની અર્થવ્યવસ્થામાં ખાણકામ ક્ષેત્રનો મોટો ફાળો છે. અહીં 3 હજારથી વધુ કોલસાની ખાણો છે. જ્યાં 40 હજારથી વધુ મજૂરો કામ કરે છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન દર વર્ષે 45.06 લાખ ટન કોલસાનું ઉત્પાદન કરે છે અને તે વિશ્વમાં 34મા ક્રમે છે. સરકાર BLAને સુરક્ષા દળો કરતાં વધુ પૈસા આપી રહી છે
ચામલાંગ ખાણોમાંથી દરરોજ લગભગ 200-250 ટ્રક કોલસા દેશના વિવિધ ભાગોમાં મોકલવામાં આવે છે. કોલસો 4000-4500 રૂપિયા પ્રતિ ટનના ભાવે વેચાઈ રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે બલૂચિસ્તાન સરકારને કોલસાની ખાણોમાંથી ખનન કરવામાં આવતા પ્રત્યેક ટન માટે માત્ર રૂ. 360 મળે છે. અર્ધલશ્કરી દળ ફ્રન્ટિયર કોર્પ્સને ખાણોની સુરક્ષા માટે 240 રૂપિયા પ્રતિ ટન ચૂકવવામાં આવે છે. તે જ સમયે, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન બલૂચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ)ને ખાણ અને ખનિજ વહન કરતી ટ્રકો પર હુમલો ન કરવા માટે પ્રતિ ટન 260 રૂપિયા આપવામાં આવે છે. આ રકમ BLAને બેંક ખાતા દ્વારા આપવામાં આવે છે. તે જ સમયે, અન્ય પ્રતિબંધિત સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ને ખાણો પર હુમલો ન કરવા માટે વધુ 60 રૂપિયા આપવામાં આવે છે. જો કે, પાકિસ્તાન સરકાર BLA અને TTP જેવા પ્રતિબંધિત જૂથો સાથે આવી ગોઠવણ કરવાનો ઇનકાર કરે છે, જે બલૂચ આતંકવાદી જૂથો સાથે જોડાણ કરીને હવે બલૂચિસ્તાનમાં ફેલાયેલા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.