ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:પાકે લશ્કર, જૈશ, અન્સાર અને ડી-કંપની તમામને ભારતમાં ડ્રગ્સ તસ્કરીમાં લગાવ્યા
પાકિસ્તાનથી પંજાબ, જમ્મુ-કાશ્મીર અને રાજસ્થાન જેવાં સીમાવર્તી રાજ્યોમાં ડ્રોનથી ડ્રગ્સ તસ્કરીમાં પાકિસ્તાનના કુખ્યાત તસ્કર, આતંકી સરગના અને સંગઠન સામેલ છે. પાકિસ્તાનના નાર્કો ટેરરના ઇન્વેસ્ટિગેશન દરમિયાન ભાસ્કરને કેટલાક મુખ્ય તસ્કરો અને સંગઠનોનાં નામ રિપોર્ટોમાં મળ્યાં છે. જે ભારતમાં ડ્રગ્સ મોકલીને તેની બિનઅધિકૃત કમાણીને હવાલા મારફતે નેપાળ અને ચીનમાં એકત્ર કરે છે અને પછી ત્યાંથી પાકિસ્તાનથી ભારતવિરોધી આતંકી ગતિવિધિઓ માટે શેલ કંપનીઓના માધ્યમથી ટ્રાન્સફર કરે છે.
લશ્કર-એ-તોઈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવાં આતંકી સંગઠનો સીધી રીતે તેની ગતિવિધિઓના ફન્ડિંગ માટે તેને મોટો આર્થિક સ્રોત બનાવ્યો છે. સૂત્રો અનુસાર પાકિસ્તાનના પંજાબ સાથે જોડાયેલો કુખ્યાત ડ્રગ તસ્કર હાફિઝ મુહમ્મદ અન્સાર છે તેનું નામ ભારતમાં ડ્રગ્સ તસ્કરીમાં સામે આવતું રહ્યું છે. નેટવર્ક: ફોરવર્ડ સ્મગલિંગ, ટ્રાન્ઝેક્શનમાં લેયરિંગ
સ્થાનિક અપરાધી ગેંગ અને શેલ કંપનીઓ મારફતે અન્ય પ્રદેશોના નેટવર્ક સુધી ડ્રગ્સ પહોંચાડે છે. હવાલા ઉપરાંત તેની ગેરકાયદે કમાણીને ટ્રાન્સફર કરવાની ઘણી રીતો છે. ગેરકાયદે માધ્યમો દ્વારા નેપાળ અને ચીન અને પછી પાકિસ્તાનમાં ટ્રાન્સફર કરાય છે.
મની લોન્ડરિંગ: આ પહેલા તબક્કામાં ડ્રગ્સની ગેરકાયદે અને રોકડ કમાણીને કાયદેસરના વ્યવસાયો, બેન્ક ખાતાં અને અન્ય નાણાકીય સંસ્થાનોમાં જમા કરવામાં આવે છે. રોકડને નાના-નાના ભાગમાં વહેંચીને અલગ-અલગ બેન્ક ખાતાંઓમાં જમા કરાવે છે. મોટી રકમ અને શંકાથી બચવાનો આ રસ્તો ‘સ્મર્ફિંગ’’ કહેવાય છે. ચીન અને નેપાળના કેસીનોના માધ્યમથી પણ તેને કાયદે કરાયું છે. લેયરિંગના બીજા તબક્કામાં પૈસા ઘણી જટિલ લેવડ-દેવડ મારફતે ફેરવાય છે રોકડનો એક હિસ્સો ખાસ કરીને પંજાબ અને મહારાષ્ટ્રમાં ટાર્ગેટ કિલિંગ અને ખંડણી માટે પણ ખર્ચ કરાય છે. ભારતમાં તસ્કરી માટે યુરોપ અને મિડલ-ઈસ્ટની ગેંગ પણ સક્રિય
પંજાબમાં પકડાયેલા ડ્રગ્સનાં મૂળિયાં પાકિસ્તાન ઉપરાંત યુરોપ અને યુએઈમાં સંચાલિત વૈશ્વિક નેટવર્કો સુધી પહોંચે છે. જસમીત હકીમજાદા જેવી મુખ્ય વ્યક્તિઓને નાર્કો આતંકના સંચાલક તરીકે ઓળખ્યા છે, જે યુવાનોને આ ધંધા અને અન્ય અપરાધિક ગતિવિધિઓ માટે પ્રલોભન આપે છે. પાકિસ્તાન ડી કંપનીથી લઈને બલુચ તસ્કરોની પણ મદદ લે છે
દાઉદ ઇબ્રાહિમની ડી-કંપની નેટવર્ક આતંકી ગતિવિધિઓ અને ડ્રગ્સ તસ્કરીમાં પણ સામેલ છે. પાકિસ્તાનનો વધુ એક કુખ્યાત ડ્રગ તસ્કર તાહિર મહમૂદ ઉર્ફે ‘ચાચા’’ પણ અફઘાનિસ્તાનથી હેરોઇન ભારત પહોંચાડે છે. બલુચિસ્તાનમાં સક્રિય ઘણી ગેંગ પણ અફઘાનિસ્તાનથી ડ્રગ્સને ભારત મોકલે છે. ગેરકાનૂની ડ્રગ્સ સપ્લાયથી કમાણીનાં ઉદાહરણ... કાયદાનું અમલીકરણ એજન્સીઓના પડકારો
તમામ પ્રયાસો છતાં, કાયદાનું અમલીકરણ માટે એજન્સીઓને ઘણા પડકારોનો સામનો કરવો પડે છે. સૂત્રો અનુસાર, પંજાબમાં પોલીસનો એક મોટા ભાગ તસ્કરો સાથે જોડાણમાં સામેલ મળી આવ્યો છે, જે કાયદાના અમલીકરણના પ્રયાસોની નબળાઈ બન્યું છે. જોકે, પંજાબ સરકારે એન્ટિ-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનું ગઠન કર્યું છે. આ ઉપરાંત શંકાસ્પદ 10 હજાર પોલીસ કર્મીઓને સીમાવર્તી જિલ્લામાંથી તત્કાલ ટ્રાન્સફર કરી ગંભીરતાને દર્શાવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.