વડનગર ખાતે ભવ્ય રથ ઉજણી નો મહોત્સવ ઉજવાયો - At This Time

વડનગર ખાતે ભવ્ય રથ ઉજણી નો મહોત્સવ ઉજવાયો


વડનગર ખાતે ભવ્ય રથ ઉજણી નો મહોત્સવ ઉજવાયો

દર વર્ષે જેમ આ વર્ષે પણ ઉત્તર ગુજરાત માં આવેલું ‌મહેસાણા જીલ્લા નું વડનગર ગામ ખાતે ભાદરવા સુદ નોમ ના દિવસે રથ ઉજવણી મહોત્સવ ઉજવાયો. તેમા વડનગર માં ત્રણ રથ નીકળે છે. તેમાં નગર ની પ્રજાજનો ને આરોગ્ય તંદુરસ્ત રહે તે માટે માતાજી નો રથ નીકળે છે. આ રથ સુથાર પોતાની જાત બનાવે છે. તેમાં દરેક જ્ઞાતિજનો એ દર્શન નો લાભ લેશે સાંજ ના સમયે ૪. ૦૦ કલાકે આ રથ ની જ્યોત પ્રગટાવી ને દરવાજા ના ચોક માં રથ મુકવામાં આવે છે. જ્યારે જે મુહર્ત હોય તે મુહર્ત રથ જ્યાં વડનગર ની હદ લાગે તે જગ્યાએ મુકવામાં આવે છે. જેમ કે નદીઓળ અર્જુન બારી દરવાજા ના રથ ચાંપ ની હદ હોય ત્યાં સુધી મુકવા આવે છે. અમરતોલ દરવાજા અને ગાસકોળ દરવાજા નો રથ વડબાર હદ ત સુધી મુકવા આવે છે.અમરથોળ દરવાજા ને પીઠોરીદરવાજા ને સબલપુર સીમની હદ સુધી મુકવા આવે છે. એટલે કે વડનગર ની સીમ લાગતી હોય ત્યાં સુધી આ રથ મુકવામાં આવે છે. અને લોકો કલ્યાણ તથા આરોગ્ય તંદુરસ્ત રહે તે માટે રથ ઉજણી કરે છે અને માતાજી ની ધૂપ આપી ને તૃપ્ત કરી ને આરોગ્ય તંદુરસ્ત રહે તેવી પ્રાર્થના દરેક જ્ઞાતિજનો કરે છે. આ પણ જુની પરંપરા થી ચાલી આવી છે.
આમ આધ્યાત્મિકતા જોવા જઈએ તો પંચતત્વો ને યાદ કરી ને આરોગ્ય તંદુરસ્ત રહે તે માટે પ્રજાજનો રથ ના દર્શન કરી ને માતાજી આરાધના અને ઉપાસના કરી ને અંતરમન થી પ્રાર્થના કરે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.