RBSK ટીમ થકી ગામડીના ચાર વર્ષિય અભિનંદન પરમારને મળ્યુ શ્રવણ સુખ* - At This Time

RBSK ટીમ થકી ગામડીના ચાર વર્ષિય અભિનંદન પરમારને મળ્યુ શ્રવણ સુખ*


*RBSK ટીમ થકી ગામડીના ચાર વર્ષિય અભિનંદન પરમારને મળ્યુ શ્રવણ સુખ*
**************

પરીવારમાં દિકરાના જન્મ પછી સૌ કોઇના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. ઇંટો અને સિમેન્ટથી બનેલા મકાનને ઘરનો ચિરાગ મળી ગયો હતો. ઘરમાં ચારેય તરફ બસ આનંદ આનંદ હતો.પરંતુ હજી સાદા ત્રણ વર્ષ થયા પણ દિકરો બોલી કે સાંભળી શકતો ન હતો.આંગણવાડીમાં આંગણવાડીની બહેન દ્વારા કરાવવામાં આવતી પ્રવૃત્તિની પ્રતિક્રિયા આપતો ન હતો. આ જાણતા માંડ ઘરનો ખર્ચ પુરો થતો ન હોય તેવામાં દિકરાના ઇલાજની ચિંતા જાણે મને બંધ ઘરના કોઇક ખૂણે ચડેલી ઉધઇની જેમ ખાતી હતી.
મારા મુશ્કેલીના સમયે ગુજરાત સકારની RBSK ટીમ દ્વારા મારા દિકરાનું ગાંધીનગર સિવિલ ખાતે કોકલીયર ઇમ્પ્લાન્ટનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું.આજે મારો દિકરો સ્વસ્થ છે.આ વાત કરે છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગામડી ગામના વતની વિક્રમસિંહ પરમાર.
દિકરાને સ્વસ્થ જોઇ ખુશાલ પિતા વિક્રમસિંહ પરમાર જણાવે છે કે ગામની આંગણવાડીમાં સ્ક્રિનિંગ દરમિયાન આર.બી.એસ.કે ટીમ દ્વારા દિકરાની ખામી અંગે જાણવા મળ્યુ હતું. અને ટીમ દ્વારા ખામી વિશે અને ઓપરેશન વિશે જાણકારી આપવામાં આવી હતી.
ઓપરેશનની વાત સાંભળતા જ જાણે પગ નીચેથી જમીન દૂર થઈ ગઈ. આટલી નાની ઉમંરમાં દિકરાને ઓપરેશનની પીડા સાથે ઘરની આર્થિક પરિસ્થિતિ સામે આવતી હતી.તેવામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આ ઓપરેશન મફત થશે આ જાણકારી RBSK ટીમ દ્વારા મળી. ક્યાંય હદયને આશા બંધાઇ કે મારો દિકરો બધા બાળકની જેમ બલતો અને સાંભળતો થશે.
RBSK ટીમ દ્વારા દિકરાને બેરા ટેસ્ટ કરાવ્યા બાદ ગાંધીનગર સિવિલમાં કોકલીયર ઇમ્પ્લાન્ટનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું. જે ઓપરેશન ખાનગી હોસ્પિટલોમાં અંદાજે સાત લાખ રૂપિયા કરતા વધારે માં થાય છે તે સરકારશ્રીના પ્રોગ્રામ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત બિલકુલ મફત કરવામાં આવ્યું. હવે મારો દીકરો સાંભળી અને બોલી શકે છે. હવે પછી ઝડપથી બોલતા શીખી શકે તે માટે વિના મૂલ્યે દીકરાની સ્પીચ થેરાપી શરૂ થશે.આજે અમારો દિકરો બધા બાળકોની જેમ બોલી અને સાંભળી શકે છે તે માટે ગુજરાત સરકાર તેમજ આર.બી.એસ.કે ટીમનો ખુબ ખુબ આભારી છીએ.
*************


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.