હાઉસિંગ બોર્ડ સોસાયટી - અમરેલીના ત્રણ માળીયાના રહીશોની મિટિંગ પ્રા.જે.એમ.તલાવીયાના અધ્યક્ષ સ્થાને મળી. - At This Time

હાઉસિંગ બોર્ડ સોસાયટી – અમરેલીના ત્રણ માળીયાના રહીશોની મિટિંગ પ્રા.જે.એમ.તલાવીયાના અધ્યક્ષ સ્થાને મળી.


અમરેલી : અમરેલી શહેરની મધ્યમાં પોષ વિસ્તારમાં  આવેલ હાઉસિંગ બોર્ડ સોસાયટીના ત્રણ માળીયાના આવાસો અત્યંત જર્જરિત થઈ જતા આ અંગે પ્રા.જે.એમ.તલાવીયાએ હાઉસિંગ બોર્ડના ચેરમેન મુકેશકુમાર ( આઈ.એ.એસ ) ને રજુઆત કરતા અને  અખબારી યાદી આપતા ત્યાંના રહીશો હરકતમાં આવી ગયા છે. આ અંગે તેઓએ રાજકોટ ખાતેની ઓફીસ તથા ભાવનગર ખાતેની ઓફિસના અધિકારીઓનું માર્ગદર્શન લઈ આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. હાલના ત્રણ માળીયા ૪૮ -  એમ.આઈ.જી.સ્કીમ નીચે બંધાયેલા છે. આગામી દિવસોમાં અહીંયા ૬ માળના બાંધકામ સાથે ૯૬ આવાસો પી.પી.પી.સ્કીમ નીચે બનવાના છે.

આ અંગે  પ્રા.જે.એમ.તલાવીયાના માર્ગદર્શન નીચે  આવાસના રહીશ કમલેશભાઈ લેઉવાએ મિટિંગ બોલાવી હતી.જેમાં તમામ ૪૮ આવાસના  ધારકો ઉપસ્થિત રહયા હતા.

આ અંગે એક કારોબારીની રચના કરવામાં આવી અને પ્રમુખ રેખાબેન શીંગળા, ઉપ પ્રમુખ દિનેશભાઇ પરવાડિયા, મંત્રી પ્રાગજીભાઈ નારોડીયા, ખજાનચી પંકભાઈ મહેતાની સર્વાનુમતે વરણીકરવામાં આવી હતી. આ મિટિંગમાં આવાસોના દસ્તાવેજો અને અન્ય સાધનિક કાગળો એકત્ર કરવામાં આવ્યા હતા.

મિટિંગ પૂર્ણ થતાં મનોજભાઈ મકવાણાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.