આંબાભાઇ માનવસેવા ચેરીટેબલ એન્ડ એજયુકેશ ટ્રસ્ટ તેમજ વોર્ડ નં.૧૫ મેઘવાળ સમાજ દ્ગારા આયોજીત સમુહ લગ્નમાં ૧૧ દિકરીઓ* *પ્રભુતામાં પગલાં માંડશે.
આંબાભાઇ માનવસેવા ચેરીટેબલ એન્ડ એજયુકેશ ટ્રસ્ટ તેમજ વોર્ડ નં.૧૫ મેઘવાળ સમાજ દ્ગારા આયોજીત સમુહ લગ્નમાં ૧૧ દિકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે.
ચક્રવાત ન્યુઝ ની મુલાકાતે આવેલા આગેવાનોએ પ્રથમ સમુહ લગ્ન ની આપી માહિતી. : રાજકોટ આંબાભાઇ માનવસેવા ચેરી. ટ્રસ્ટ તેમજ વોર્ડ નં.૧૫ મેઘવાળ સમાજ દ્ગારા આયોજીત ૧૧ દિકરીઓના તા.૨૩.૦૫.૨૪ ગુરૂવારના રોજ રેસકોરસ મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૧૧ દિકરા દિકરીઓને સામાજીક, ધાર્મિક રીત રિવાજો તેમજ પરંપરાગત સાંસ્કૃતિક મુજબ સંતો મહંતોના આશિર્વાદ સાથે સામાજીક શ્રેષ્ઠીઓની ઉપસ્થીતીમા નવ યુગલો દાંમ્પત્ય જીવનના તાંતણે બંધાશે.
ચક્રવાત ની મુલાકાતે આંબાભાઇ માનવસેવા ચેરી. ટ્રસ્ટના પ્રમુખ અમનભાઇ ગોહેલે જણાવ્યુ હતુ કે તા.૨૨.૦૫ બુધવાર રાત્રે ૯ થી ૧૧ રેસકોરસ મેદાન ખાતે દાંડીયા રાસોત્સવમા સમુહ લગ્નોત્સવ સમિતિના દાતાઓ અને સભ્યોઓને ઉપસ્થીત રહેવા અપીલ કરવામાં આવી છે.તા.૨૩.૦૫.૨૪ ના મહામંડલેશ્વરગીરી બાપુ તેમજ કચ્છ કબરાઉ મોગલધામ મહંત ચારણ રૂષિ ખાસ ઉપસ્થીતમા ૧૧ નવદંપતિને આશિર્વાદ આપીને સમુહ લગનની શોભા વધારશે. આંબાભાઇ માનવસેવા ચેરી. ટ્રસ્ટ દ્ગારા અગાવ પણ સામાજીક અનેક કાર્યો કરવામાં આવ્યા છે જેવા કે કોરોનાકાળ દરમ્યાન જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટ, વેકસીનેશન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, આયુષ્માન કાર્ડ કેમ્પ, શ્રમ કાર્ડ કેમ્પ, અને વોર્ડ નં.૧૫ ના ૫૦૦ થી વધારે પરિવારોને રાજ્ય સરકારની એન .એસ. એફ .એ.મા સમાવેશ કરાવીને દરમાસે રાશનકાર્ડ માં અનાજ મેળવતા કર્યા આવી અનેક સામાજીક પ્રવૃતિઓને પ્રથમ પ્રાધાન્ય માં સફળતા મેળવ્યા બાદ પ્રથમ સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં દાતાઓ દ્ગારા ૧૧ દિકરીઓને ૯૦ જેટલી કરિયાવર ની વસ્તુઓ ઉત્સાહ અને ઉમંગથી આશિર્વાદ રૂપે આપવામાં આવી છે.
ચક્રવાત ની શુભેચ્છા મુલાકાતે સમુહ લગ્ન સમિતિના મુખ્ય આયોજકો આંબાભાઇ માનવસેવા ચેરી. ટ્રસ્ટના પ્રમુખ અમન ગોહેલ, વાસુદેવ સોલંકી, નરેશ પરમાર, પ્રકાશ ચાવડા, તેમજ મનોજ પરમાર, ઉપસ્થીત રહ્યા હતા.
9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.