રાજકોટ AIIMSનું કામ પૂરજોશમાં: OPD બાદ ટૂંક સમયમાં IPD શરૂ થશે
મેડિકલ ક્ષેત્રે હરણફાળ ભરી રહેલા રાજકોટમાં AIIMS રૂપી વધુ એક ઘરેણું ઉમેરાઈ જવા પામ્યું છે. રાજકોટની ભાગોળે પરાપીપળીયા ગામે નિર્માણ પામી રહેલી ગુજરાતની પ્રથમ AIIMS હોસ્પિટલનું કામ ફુલ સ્પીડમાં ચાલી રહ્યું છે. રાજકોટ જામનગર રોડ પર રૂપિયા 1195ના ખર્ચે 201 એકરમાં બની રહેલી AIIMS હોસ્પિટલ 750થી વધુ બેડથી સજ્જ હશે. મહત્ત્વનું છે કે, એક વર્ષ પહેલાં જ 100 જેટલા બેડની ઘઙઉ શરૂ કરી દેવામાં આવી હતી અને હવે ટૂંક સમયમાં જ OPD પણ શરુ કરવામાં આવશે.
હાલ AIIMS હોસ્પિટલની 5 બિલ્ડીંગો તૈયાર થઈ ગઈ છે. જેમાંથી એક બિલ્ડિંગમાં અત્યારે ઘઙઉ શરૂ કરી દેવામાં આવી છે. અન્ય બે બિલ્ડિંગોમાં હોસ્ટેલ અને અદ્યતન લેબ તૈયાર કરવામાં આવી રહી છે. આ સિવાય અન્ય બિલ્ડિંગનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. જે બાદ આગામી મેં અથવા જૂન મહિનામાં ઈંઙઉ પણ શરૂ થશે એટલે કે હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવશે. જોકે, આ પછી માત્ર 3થી 4 વિભાગોની કામગીરી બાકી રહેશે અને વર્ષ 2023ના અંત સુધીમાં આખી હોસ્પિટલ શરૂ થઈ જાય તેવી શક્યતા સેવાઇ રહી છે.
AIIMSના ડાયરેક્ટર ડોક્ટર સી.ડી.એસ કટોચે મીડિયાને જણાવ્યું હતું કે, અમારા તરફથી બધી કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે સ્ટાફની ભરતી પણ કરી લેવામાં આવી છે અને હાલ નર્સિંગ સ્ટાફની ટ્રેનિંગ પણ શરૂ કરી દેવામાં આવી છે. IPD માટે જે સાધનોની જરૂર પડે તેની ખરીદી પણ કરવામાં આવી રહી છે.
વધુમાં તેમને જણાવ્યું હતું કે, હોસ્પિટલ ફર્નિચર માટેનો ઓર્ડર કરી દેવામાં આવ્યો છે. જ્યારે AIIMSની બિલ્ડીંગ તૈયાર થઈ જશે ત્યારે અમારી પાસે 15 દિવસથી 1 મહિનાની અંદર બધો જ સામાન આવી જશે. IPDના 5 જેટલા ટાવર બની રહ્યા છે. જેમાંથી બે જેટલા ટાવરો તૈયાર થઈ ગયા છે અને આ બંને ટાવરમાં 250 બેડની કેપીસીટી ધરાવે છે. ક્ધટ્રક્શનમાં મોડું થવાને લીધે થોડુંક ડીલે થાય રહ્યું છે. પરંતુ અઠવાડિયામાં એક વખત સતત કેન્દ્ર સરકાર અને AIIMS અધિકારીઓ સતત ફોલોઅપ લઈ રહ્યા છે અને જલ્દીથી જલ્દી કામગીરી પૂર્ણ થાય તેવો પ્રયત્ન કરી રહ્યા છે અને જૂન સુધીમાં IPD શરૂ કરી દેવામાં આવશે.
IPDમાં ઓછામાં ઓછી 18 જેટલી મલ્ટી સ્પેશિયાલિટી, ઓપરેશન થિયેટરનું કામ ઓક્ટોબર,નવેમ્બર ખછઈં અને સીટી સ્કેનનું મશીન, ડાયગ્નોલોજીક રેડિયો સહિતની સુવિધાઓ શરૂ થઈ જશે અને ગુજરાતની જનતાને 2023 સુધીના અંત સુધીમાં AIIMS હોસ્પિટલને અર્પણ કરવામાં આવશે.
જનતાને સારી સુવિધા મળે તેવો પ્રયત્ન પણ કરવામાં આવશે એટલે કહી શકાય કે 2023ના અંત સુધીમાં ગુજરાતની જનતાને મોટાભાગની જે સુવિધા છે તે મળી જશે અને બે થી ત્રણ મહિનામાં જ મલ્ટી સ્પેશિયાલિટી સારવાર પણ શરૂ કરી દેવામાં આવશે. જેમાં ગંભીર રોગની સારવાર પણ થઈ શકે જેવા કે ઓપરેશન સહિતની જે સારવાર છે તે શરૂ થઈ જશે.
રાજકોટ નજીક આવેલા પરા પીપળિયા ગામ પાસે 201 એકરમાં હોસ્પિટલ આકાર પામી રહી છે. જેમાં કુલ 750 બેડ હશે તેમાં મુખ્ય 19 જેટલી બિલ્ડીંગો નિર્માણ બનાવાશે. મોટાભાગની બિલ્ડીંગોના કામ પૂર્ણતાના આરે છે. હોસ્પિટલના સ્પેશિયાલિટી વિભાગમાં 120 બેડ હેશે. જેમાં જનરલ સર્જરીના 60 બેડ, ઓર્થોપેડિકસના 30, આંખના વિભાગના 15, નાકની સારવાર માટે 15 બેડ ઉપલબ્ધ રહેશે. મેડિસિન વિભાગમાં 165 બેડની વ્યવસ્થા હશે જે પૈકી જનરલ મેડિસિનના 60, બાળકોના 60, ચામડીના રોગ માટે 15 તેમજ મનોચિકિત્સક વિભાગમાં 30 બેડની અને ગાયનેક વિભાગમાં 75 બેડની સુવિધા ઉપલબ્ધ થશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.