માળીયા હાટીના શહેરમાં રામલલ્લને વધાવવા વિશ્વહિન્દુ પરિષદ સહિત વિવિધ સંસ્થાના આગેવાનોની ધર્મ પ્રેમી જનતાની બેઠક મળી.
માળીયા હાટીના શહેરમાં રામલલ્લને વધાવવા વિશ્વહિન્દુ પરિષદ સહિત વિવિધ સંસ્થાના આગેવાનોની ધર્મ પ્રેમી જનતાની બેઠક મળી.
માળીયા હાટીના સમગ્ર શહેરમાં દીપ પ્રગટાવી આસોપાલવના તોરણ અને આંગણે આંગણે રંગોળી કરી ભક્તિભાવ પૂર્વક કરાશે ઉજવણી.
માળીયા હાટીના આગામી તા 22 ના જ્યારે હિન્દુઓના આરાધ્ય રામલલ્લા અયોધ્યા ખાતે નવનિર્મિત મંદિરમાં પ્રતિષ્ઠિત થઈ રહ્યા છે ત્યારે આજે શહેરની સામાજિક સંસ્થાઓ,ધાર્મિક સંસ્થાઓ, મહિલા મંડળો તથા ધૂન કીર્તન મંડળો દ્વારા દ્વારા આજે અત્રેના રામજી મઠ ખાતે સંયુક્ત બેઠક શ્રી રામ જય રામ જય જય રામની ધૂન સાથે સરું થઈ અને આગામી તા 22 સમગ્ર શહેરમાં દિવાળી જેવો માહોલ ઊભો કરી ઘરે ઘરે દીપ પ્રગટાવી. આસોપાલવના તોરણો બાંધી આંગણામાં રંગોળી પૂરી અને ભક્તિ ભાવ સાથે ઉજવવની કરવાની તથા શહેરના બધાજ મંદિરોમાં ધૂન કીર્તન મનોરથો પ્રભુને ધરાવી તેમજ રામજી મઠ ખાતે રામજીને 56 ભોગ અન્નકૂટ મનોરથ ધરવાનું સહિત અને ધાર્મિક ક્રાયક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર માળિયા હાટીના શહેર દિવાળી અને નવા વર્ષની જેમ દીપી ઉઠે અને રામલ્લના મૂર્તિ પ્રતિષ્ઠાની ઉજવણી કરે તેવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.