બાયડ તાલુકાના વાત્રક ગામે ઇન્દિરાનગર માં ગટરના ગંદા પાણીથી લોકો ત્રાહિમામ.
બાયડ તાલુકાના વાત્રક ગામે ઇન્દિરાનગર વસાહતના એક નાગરિકના જણાવ્યા અનુસાર ૨ વર્ષ અગાઉ રસ્તો અને ગટર લાઈન અને લાઈટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. અત્યારના ટાઈમે લાઈટ તો છે જ નહિ અને ગટરના ગંદા પાણીનો કોઈ નિકાલ જ નથી ગટરમાંથી પાણી આગળ જતું નથી વાત્રક ગ્રામ પંચાયતે જેતે સમયે રસ્તો અને ગટર લાઇન બનાવા જે પણ કોન્ટ્રાકટરને કોન્ટ્રાક્ટ આપ્યો હતો એમના પર પણ સવાલ ઉઠવા લાગ્યા છે. કયા સુધી પ્રજા ના પૈસાનો આમ ને આમ વ્યય થતો રહેશે. ઇન્દિરાનગર વસાહતમાં રહેતા લોકોની વાત વાત્રક ગ્રામ પંચાયતના વહીવટદાર સાંભળશે કે નહિ કે આમ ને આમ ચાલતું રહશે એ જોવું રહ્યુ....
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.