પોળોના જંગલમાં પ્લાસ્ટીકની તમામ વસ્તુઓ પર પ્રતિબંધ - At This Time

પોળોના જંગલમાં પ્લાસ્ટીકની તમામ વસ્તુઓ પર પ્રતિબંધ


પોળોના જંગલમાં પ્લાસ્ટીકની તમામ વસ્તુઓ પર પ્રતિબંધ
************
સાબરકાંઠાનુ કાશ્મીર ગણાતા પોળોના જંગલો તેના કુદરતી સૌંદર્યના કારણે ઉજવાતા પોળો ઉત્સવમાં તેમજ અન્ય દિવસો દરમિયાન સમગ્ર ગુજરાતના અનેક લોકો આ જંગલની મુલાકાતે આવે છે. હાલના સમયમાં દર વર્ષની જેમ ખુબ જ મોટી સંખ્યામાં પ્રવાસીઓની સંખ્યામાં ધસારો થવાની સંભાવનાછે.. આ પ્રવાસીઓ પોતાની સાથે નાસ્તા અને અન્ય ચીજવસ્તુઓ લઈને આવે છે. તેમાં મોટાભાગે સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ થાય છે.પોળોના જંગલોમાં પ્લાસ્ટીકના ઉપયોગથી પર્યાવરણ તેમજ વન્ય પ્રાણીઓને થતું નુકસાન અટકાવવા પ્લાસ્ટીકના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ હુકમ તા. ૧૯ ઓક્ટોબર ૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનારને કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.