ધંધુકા તાલુકાના તગડી રેલ્વે સ્ટેશન ખાતે ભારતીય રેલ્વે સ્ટેશન સલાહકાર સમિતિ ની બેઠક યોજાઈ.
ધંધુકા તાલુકાના તગડી રેલ્વે સ્ટેશન ખાતે ભારતીય રેલ્વે સ્ટેશન સલાહકાર સમિતિ ની બેઠક યોજાઈ.
ભાવનગર રેલ્વે ડિવિઝન દ્વારા ખોટી રીતે લોકલ ટ્રેન સુપર ફાસ્ટ બતાવીને યાત્રીઓ પાસેથી રૂપિયા15/- વધારે વસૂલવાનો મુદ્દો ચર્ચાયો
ભારતીય રેલ્વેનાં નવનિર્માણ તગડી રેલ્વે સ્ટેશન ખાતે ભારતીય રેલ્વે મંત્રાલય દ્વારા ડિવિઝન રેલવે મેનેજર દ્વારા પાંચ સભ્યોની નિમણુંક કરવામાં આવી છે , ભારતીય રેલવેનાં સુધાર અને યાત્રીઓ ની સુવિધા વિકાસ માટે બનેલ આ કમિટીની પ્રથમ બેઠક તગડી રેલવે સ્ટેશન ખાતે મળી જેમાં આ કમિટીનાં સભ્યો શ્રી રાજેન્દ્રસિંહ બી ચુડાસમા, હર્ષદસિંહ સોલંકી અજીતભાઈ શિહોરા અને અશોકભાઈ બારૈયાયા અને ભારતીય જનતા પાર્ટીનાં પુર્વ પ્રમુખ અને એપીએમ સીનાં ડિરેકટર શ્રી ભૂપતસિંહ ચુડાસમા એ રેલવે યાત્રીઓ લોકલટ્રેન હોવા છતા સુપરફાસ્ટ ટ્રેનનાં નામે વસુલાત થતા વધારા નાં રૂપિયા 15/- તાકીદે બંધ કરવા રેલવે તંત્ર પાસે રજુઆત કરી સહિત રેલવે સ્ટેશનનાં અધિક્ષક શ્રી સુરેન્દ્રસિંહ દેવડાનાં અધ્યક્ષ સ્થાને મળેલ બેઠક માં મહત્વ નાં મુદ્દા જેમાં નવા બનેલ રેલવે સ્ટેશનો માં બનાવેલ આરસીસી ટ્રેક માત્ર આઠ માસ માં જ તૂટી ગયા, ઉપરાંત યાત્રીઓ માટે આરો પ્લાન્ટ પીવાનાં પાણીની વ્યવસ્થા તાકીદે કરવી, રેલવેની ટ્રેનોની અવન જવન વધતા થતા ટ્રાફિક થી ખાસ કરીને સ્થાનીય લોકોનું જીવન અતિ પ્રભાવિત થઈ રહ્યું છે ,એ ખાસ કરીને તગડી ફાટક નંબર 123 ઉપર તાકીદે ઓવર બ્રિજ બનવા જોઇએ, મહત્ત્વની ચર્ચા ,ગાંધીગ્રામ બોટાદ રૂટ ઉપર ચાલતી બે રેલ્વે જેમાં એક ગાંધીગ્રામથી 9.15 વાગ્યે ઉપડતી અને બોટાદ ખાતે 13.20 વાગ્યે પહોચતી ટ્રેન જેનું ભાડું તગડીથી ગાંધીગ્રામનાં રૂપિયા 75-00 રૂપિયા જેમાં રૂપિયા 15.-00 સ્પેશ્યલ ચાર્જ લેવામાં આવે છે એની સાથે એ જ રૂટમાં ચાલતી બીજી ટ્રેન 09573/09574 નું ભાડું રૂપિયા 60=00 છે, આ પંદર રૂપિયાનો વધારો તાકીદે પરત ખેંચવો જોઈએ એવી ખાસ ચર્ચા કરવામાં આવી, સમગ્ર બેઠક તગડી રેલવે સ્ટેશન અધિક્ષક શ્રી સુરેન્દ્ર સિંહ દેવડાનાં અધ્યક્ષ સ્થાને પ્રથમ બેઠક મળી જેમાં આ કમિટીનાં નવનિયુકત સભ્યોને આવકારવામાં આવ્યા અને યાત્રી ઓ ની સુવિધા માટે શું થઈ શકે એની ચર્ચા આ બેઠક માં કરવામાં આવી હતી.
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.