કિડની અંગે જનજાગૃતિ લાવવા માટે ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન દ્રારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તથા જિલ્લા કક્ષાએ વોકેશનલ શાળા ટ્રેનરો માટે કિડની જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
કિડની અંગે જનજાગૃતિ લાવવા માટે ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન દ્રારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તથા જિલ્લા કક્ષાએ વોકેશનલ શાળા ટ્રેનરો માટે કિડની જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
કિડની અંગે જનજાગૃતિ લાવવા માટે ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન દ્રારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તથા શાળા જિલ્લા કક્ષાએ વોકેશનલ ટ્રેનરો માટે કિડની જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન દ્રારા દરેક દરેક વોકેશનલ ટ્રેનરોને ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશનના પ્રોગ્રામ ઓફીસર અશ્વીન ગોહેલ દ્રારા કિડની ચેકઅપ અને કિડની અંગેની જાગૃતિ તથા ડાયાબીટીશ, બ્લડ પ્રેશરનું ચેકઅપ નિઃશુલ્ક કરી આપવામાં આવ્યું હતું જેનો ૬૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં તાલીમ જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. કૈલા, જિલ્લા સેકન્ડરી કોર્ડીનેટર કિરણબેન શીલુ, જિલ્લા એ.આર. એન્ડ વી.ઈ. વિપુલાબેન નમેરા, દંતોપંત ઠેંગડી કામદાર શિક્ષણ કેન્દ્રના જે.જે. પટેલ ઉપસ્થિત રહયાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન એ સમગ્ર ગુજરાતનાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, મહેસાણા, ભુજ, વિસનગર, શિંહોર, નવસારી, ઘોઘા, ઉંઝા સહિતના શહેરોમાં કામ કરતી સ્વૈચ્છિક સ્વાસ્થ્ય લક્ષી સંસ્થા છે. જે ત્રિલોકભાઈ આર. પરીખ (ચેરમેનશ્રી– ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન)ના માર્ગદર્શન હેઠળ સંસ્થા કાર્યરત છે. આ સંસ્થાનો પ્રમુખ ધ્યેય સમાજમાં લોકોને કિડની વિશે જાગૃતિ લાવવાનો, કિડનીની નિષ્ફળતાના દર્દીઓની સેવા કરવી, કિડનીના રોગો ન થાય તે અંગેની જાગૃતિ ફેલાવવી, દર્દીઓનું પુર્નઃવસન, શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રમાં પ્રયત્નશીલ રહેવાનું છે. આ ઉપરાંત આ સંસ્થા દ્રારા સ્વાસ્થયના ક્ષેત્રમાં જુદા જુદા કાર્યો કરી રહી છે. જેમા ગરીબ દર્દીઓને મદદ કરવાથી માંડીને હોસ્પીટલમાં દર્દીઓનું ડાયાલીસીસ કરતાં ટેકનીશ્યનો માટે પણ શિબીરો દ્રારા દર્દીઓને ડાયાલીસીસ સમયે દર્દીઓને કઈ તકલીફોનો સામનો કરવો પડતો હોય છે વગેરે બાબતો અંગેના સેમીનારો યોજવામાં આવે છે. આ ઉપરાંત સંસ્થા દ્રારા જીવનદાન કાર્યક્રમ અંતર્ગત જરૂરીયાત મંદ કિડનીના દર્દીઓને સારવાર માટે આર્થિક મદદ કરવાનું ઉમદા કામ કરી રહી છે જેના ભાગરૂપે સંસ્થા દ્રારા ઓગષ્ટ–ર૦૧૮ થી ડાયાલીસીસ સેન્ટર સંચાલીત છે. જેમાં જર્મન કંપનીના હિમોડાયાલીસીસ મશીન છે. જેમાં ૩પ જેટલા દર્દીઓ સારવાર લેવા માટે આવી રહયાં છે. અને મહીનાના ૩૦૦ થી ૪૦૦ ડાયાલીસીસ થાય છે. આ ડાયાલીસીસ સેન્ટર શ્રી ક્રિષ્ના સાર્વજનીક હોસ્પીટલ હિંમતનગર ખાતે સંચાલીત છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશનનાં એડવાઈઝર મિતલ ખેતાણી તથા પ્રોગ્રામ ઓફીસર અશ્વીન ગોહેલે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ અંગેની વિશેષ માહિતી માટે અશ્વીન ગોહેલ મો.૭૯૮૪૮ ર૯૬ર૯ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.