મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના દિવડા મેદાન ખાતે કડાણા તેમજ સંતરામપુર આદિવાસી પરિવાર દ્વારા નવા વર્ષ નાં સ્નેહમિલન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું.
મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના દિવડા મેદાન ખાતે કડાણા તેમજ સંતરામપુર આદિવાસી પરિવાર દ્વારા સ્નેહમિલન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું.
છેલ્લાં ૧૩ દિવસથી કડાણા, સંતરામપુર તાલુકાના આદિવાસી સમાજ ના જાતિના પ્રમાણ પત્રો નાં પ્રશ્નો ને લઈને ધારણ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે તેનાં અનુસંધાન માં તારીખ ૩૦/૧૦/૨૦૨૨ ને રવિવાર નાં રોજ મહિસાગર જિલ્લાનાં કડાણા અને સંતરામપુર તાલુકાના આદિવાસી પરિવાર દ્વારા નવા વર્ષ નાં સ્નેહમિલન સમારોહ યોજવામાં આવ્યો.
જેમા કડાણા અને સંતરામપુર તાલુકાના અંદાજે ૨૫,૦૦૦ ( પચ્ચીસ હજાર ) થી વધુ આદિવાસી (ભીલ) જનમેદની ઊમટી પડી હતી.
અહીંના દરેક આદિવાસી ગામો નાં આદિવાસી લોકો પોતાની ભીલ સંસ્કૃતિ પ્રમાણે ની વેશભુષા અને વાજિંત્રો જેવાકે ઢોલ, થાળી, કુંડી, સર્ણાઈ, વાંસળી વગેરે સાથે હાથમાં તિર કામઠા ધારિયા, કોદાળી, જેવાં ઓજારો લઈ નાચગાન પણ કર્યું હતું
આ આ કાર્યક્રમમાં કડાણા અને સંતરામપુરના આદિવાસી સમાજ ના જિલ્લા સદસ્યો, તાલુકા સદસ્યો, સરપંચશ્રીઓ, દરેક પક્ષોના હોદ્દેદારો, તથા સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.
અહીંના આદિવાસી સમાજે એક થઈ પોતાના જાતિ અંગે નાં પ્રશ્નોને હલ કરવા માટે નિર્ણય કર્યો હતો
જો સરકાર ટૂંક સમયમાં જાતિ પ્રમાણપત્રો અંગે નાં પ્રશ્નોનું સોલ્યુશન નહિ કરે તો મોટાપાયે સંમેલન કરી હવે આવનાર વિધાનસભા ની ચૂંટણી નો બહિષ્કાર કરવાની ચીમકી પણ આપી છે.
આ સ્નેહ મિલન ના કાર્યક્રમમાં છેલ્લે સામૂહિક આદિવાસી નૃત્યો કરી ભોજન તરીકે વડવાઓની પરંપરા પ્રમાણે રાવણા નું આયોજન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.