૨૯.૮૧,૦૦૦/-રૂપિયાનો સાઇબર ફ્રોડ કરનાર ઇન્ટરનેશનલ ગેંગના સભ્યને ઝડપી પાડતી સાયબર ક્રાઇમ પોલીસ ટીમ અરવલ્લી. - At This Time

૨૯.૮૧,૦૦૦/-રૂપિયાનો સાઇબર ફ્રોડ કરનાર ઇન્ટરનેશનલ ગેંગના સભ્યને ઝડપી પાડતી સાયબર ક્રાઇમ પોલીસ ટીમ અરવલ્લી.


યુ.એ.ઈ.ખાતે મેડિકલ પ્રેક્ટિસ કરવા લાઇસન્સ આપવા તથા દુબઇ ખાતે ફોક્ટરની પ્રાથમિક તાલીમ કરાવનાર અને ડોક્ટર તરીકેની ખોટી ઓળખાણ આપી ફરીયાદીને વિશ્વાસમાં લઈ ૨૯.૮૧,૦૦૦/- (ઓગણત્રીસ લાખ એક્યાસી હજાર)રૂપિયા નો સાઇબર ફ્રોડ કરનાર ઇન્ટરનેશનલ ગેંગના સભ્યને ઝડપી પાડી ગુન્હો ડીટેક્ટ કરતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ટીમ અરવલ્લી-મોડાસા પોલીસ.
પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી કૌફાલી બારવાલ સાહેબ, અરવલ્લીનાઓએ સાયબર ક્રાઇમ અંતર્ગત ના ફોડના ગુન્હાની પ્રવૃત્તિ ડામવા તથા સાયબર ક્રાઇમના ગુન્હાઓ ડીટેક્ટ કરવા તેમજ આરોપીઓને પકડી પાડવા સૂચના આપેલ હોય. જે અનુસંધાને મદદનિશ પોલીસ અધિક્ષક શ્રી એસ.એસ.કેસવાલા સાહેબ મોડાસા વિભાગ, મોડાસા નાઓએ જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને.

મોડાસા સાર્વજનીક હોસ્પીટલ ખાતે ડોક્ટર તરીકે સેવા આપતા ડૉ. શ્રી પ્રિતમ ભરતભાઈ મહેશ્વરી નાઓએ ફેસબુક ઉપર યુ.એ.ઇ. ખાતે મેડીકલ પ્રેક્ટીસનું સર્ટી મેળવવા બાબતેની ખોટી લોભામણી જાહેરાતમાં આવી જતા તેઓની સાથે રૂ.૨૯, ૮૧,૦૦૦/- નો સાથબર ક્રાઈમ ફોડ થયેલ જે બાબતે તેઓએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન આતે આ બાબતે ફરીયાદ આપતા આ ગુનાની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અરવલ્લી ને સોંપાતા, તપાસ દરમ્યાન ગુન્હામાં સંકળાયેલ આરોપી દિપુસિંહ રવિન્દ્રસિંહ કૈલાસસિંહ રાજપુત રહે. યાદવ નગર, હાટકેશ્વર, અમદાવાદ મૂળ રહે. ખાલીસપુર, તા.બેલથરા રોડ, જી.બલીયા, ઉત્તર પ્રદેશ વાળાને આ ગુમ્બના કામે પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.આઇ. ચાવડા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટાફ ના માણસો દ્વારા અમદાવાદ ખાતેથી પકડી પાડી અટક કરી ગુનો ડીટેક્ટ કરવામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને સકળતા મળેલ છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.