શ્રીમતિ મણીબેન સરકારી આયુર્વેદ હોસ્પિટલના સહયોગથી નિ:શુલ્ક નિદાન સારવાર કેમ્પ યોજાયો
શ્રીમતિ મણીબેન સરકારી આયુર્વેદ હોસ્પિટલના સહયોગથી નિ:શુલ્ક નિદાન સારવાર કેમ્પ યોજાયો
અમદાવાદ. તા.૧૧ આસો સુદ-૯ શુક્રવારે બપોર પછી ૩-૦૦ થી ૬-૦૦ દરમ્યાન આસો નવરાત્રી ગાયત્રી અનુષ્ઠાનની પૂર્ણાહુતિ નિમિત્તે ગાયત્રીયજ્ઞ સમૂૂહમાં ગાયત્રી પરિવાર નારણપુરાની બહેનો દ્વારા કરવામાં આવ્યો હતો યજ્ઞ કાર્યનું સંચાલન રંજનબેન તથા ભાવનાબેન પટેલ પટેલે સંભાળ્યું હતું જયારે હાલ માં વર્ષાઋતુમાં થતા રોગથી સંરક્ષણ મળે તેવા શુભ હેતુથી વિકાસ સપ્તાહ નિમિત્તે શ્રીમતિ મણીબેન સરકારી આયુર્વેદ હોસ્પિટલના સહયોગથી નિ:શુલ્ક નિદાન સારવાર દવાઓ સાથે આયોજન કરવામાં આવ્યું હતું જેનો આશરે ૭૦ જેટલા ભાઈ બહનોએ લાભ લીધો હતો.૩-૧૦-૨૦૨૪ ગુરુવાર આસો સુદ-૧ થી આસો નવરાત્રીના શુભારંભે ગાયત્રી પરિવાર નારણપુરાની બહેનો દ્વારા સમૂહમાં દરરોજ ૧૨ ગાયત્રી ચાલીસાનો પાઠ,ગાયત્રી મંત્ર,મહામૃત્યુંજ્ય મંત્ર,ભજન ગાયત્રી અનુષ્ઠાન નિમિત્તે સમગ્ર વિશ્વના કલ્યાણાર્થે સૌને સદ્ બુઘ્ઘિ,ઉજ્જવળ ભવિષ્ય, નિરામય જીવની પ્રાપ્તિના શુભાશય હેતુથી નવ દિવસ દરમ્યાન દરરોજ બપોર બાદ ૩-૦૦ થી ૫-૦૦ નારણપુરા ગામ, પહેલો વાસ,કામિનીબહેન રાકેશભાઈ પટેલના ત્યાં કરવામાંઆવ્યુંહતું.અંતમાં છેલ્લા દિવસે બહેનો દ્વારા સમૂહમાં પૂર્ણાહુતિ ગાયત્રીયજ્ઞથી કરવામાં આવી હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.