સૌરાષ્ટ્ર યુનિ.માં આજથી 75 કેન્દ્ર પર 55 ઓબ્ઝર્વરની હાજરીમાં 21,331 વિદ્યાર્થીની પરીક્ષા શરૂ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી બીજા તબક્કાની પરીક્ષા શરૂ થઈ છે. જેમાં કુલ 75 કેન્દ્ર પર અલગ અલગ કોર્ષના કુલ 21,331 વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે 55 જેટલા ઓબ્ઝર્વર ફરજ બજાવી રહ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક નિલેશ સોનીના જણાવ્યા મુજબ આજથી સ્નાતક-અનુસ્નાતકના સેમ.2, 4, અને 6ના રેગ્યુલર, એક્સ્ટર્નલ અને રેમેડીયલના છાત્રોની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં એક્સર્ટનલ બી.એ. સેમેસ્ટર 2માં 4250, એમ.કોમ. સેમેસ્ટર 2માં 2332, એમ.એ. સેમેસ્ટર 2માં 2044, બી.એ. સેમેસ્ટર 6માં 1157, બી.કોમ. સેમેસ્ટર 2માં 1058 અને સેમેસ્ટર 6માં 302, એમ.કોમ. સેમેસ્ટર 4માં 329, એમ.એ. સેમેસ્ટર 4 માં 285 જયારે રેગ્યુલરમાં બી.કોમ. સેમેસ્ટર 6માં 4133, એલ.એલ.બી. સેમેસ્ટર 2માં 2076, બી.એ. સેમેસ્ટર 2માં 1757, બી.એસસી. સેમેસ્ટર 6માં 881, બી.સી.એ. સેમેસ્ટર 6માં 261, બી.બી.એ. સેમેસ્ટર 4માં 229, જ્યારે એમ.એસસી.આઈ.ટી. અને એમ.એસસી.એચ.એસ.માં 1-1 છાત્ર એક્ઝામ આપી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.