બોટાદ જીલ્લાનું ગૌરવ શ્રી યોગીરાજ વિદ્યામંદિરની એક વિદ્યાર્થીની NCSC(નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ)માં રાજ્યકક્ષાએ પ્રથમ નંબર મેળવી નેશનલ કક્ષાએ પસંદગી - At This Time

બોટાદ જીલ્લાનું ગૌરવ શ્રી યોગીરાજ વિદ્યામંદિરની એક વિદ્યાર્થીની NCSC(નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ)માં રાજ્યકક્ષાએ પ્રથમ નંબર મેળવી નેશનલ કક્ષાએ પસંદગી


(ચૌહાણ અજય)
શ્રી યોગીરાજ વિદ્યામંદિર બોટાદની વિદ્યાર્થીની ભોંહરીયા તમન્ના કાળુભાઈ NCSC (નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ) માં રાજ્યકક્ષાએ પ્રથમ નંબર મેળવી નેશનલ કક્ષાએ પસંદગી પામી છે જે બદલ શાળા પરિવાર હર્ષની લાગણી અનુભવે છે.
આગામી તારીખ 03-01-2025 ના રોજ ભોપાલ (મધ્ય પ્રદેશ) ખાતે નેશનલ કક્ષાએ પ્રોજેક્ટ રજૂ કરશે તે બદલ તેમના માર્ગદર્શક શિક્ષક ભોંહરીયા કાળુભાઈ તથા શાળાના આચાર્ય વિરલભાઈ વઢવાણા શાળાના ટ્રસ્ટી જે.પી સાહેબ ટ્રસ્ટી કે.કે સાહેબ તથા ટ્રસ્ટી રાજુભાઈ વઢવાણા અને સમગ્ર શાળાના પરિવાર ગુજરાત રાજ્યના પ્રતિનિધિત્વ તેમજ નેશનલ કક્ષાએ પણ સફળ થાય તેવી શુભેચ્છા પાઠવે છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.