ભાવનગર જિલ્લા સહકારી સંઘના ઉપપ્રમુખ તરીકે બિન હરીફ ચૂંટાયેલા સહકારી આગેવાન નીપાબેન મહેતાનું બોટાદ જિલ્લાના સહકાર ભારતીના આગેવાનો દ્વારા સન્માન - At This Time

ભાવનગર જિલ્લા સહકારી સંઘના ઉપપ્રમુખ તરીકે બિન હરીફ ચૂંટાયેલા સહકારી આગેવાન નીપાબેન મહેતાનું બોટાદ જિલ્લાના સહકાર ભારતીના આગેવાનો દ્વારા સન્માન


( કનુભાઈ ખાચર દ્વારા )
ભાવનગર જિલ્લા સહકારી સંઘમાં બોટાદ જિલ્લાના મહિલા સહકારી આગેવાન શ્રી નીપાબેન મહેતા બીન હરીફ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા નીપાબેન મહેતા અનેક સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા છે જેવી કે મહિલા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી બોટાદમાં મેનેજર તરીકે સેવા આપે છે.તેમજ આનંદમય મહિલા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી તથા આશીર્વાદ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં ચેરમેન તરીકે સેવા આપે છે સહકાર ભારતી બોટાદ શહેરના મહિલા પ્રમુખ તરીકે કાર્યરત છે તથા નવભારત મલ્ટિસ્ટેટ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના એમ.ડી. તરીકે તેમજ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ક્રેડિટ સોસાયટી ફેડરેશનમાં ડાયરેક્ટર તરીકે સેવા આપે છે.એવા નીપાબેન મહેતા ની ભાવનગર જિલ્લા સહકારી સંઘમાં ઉપપ્રમુખ તરીકે વરણી થવા બદલ બોટાદ સહકાર ભારતી ના વિભાગ સંયોજક સવજીભાઈ શેખ તથા બોટાદ જિલ્લા પ્રમુખ ભુપતભાઈ ધાધલ તથા બોટાદ જિલ્લા સંગઠન પ્રમુખ વિજયભાઈ ધાધલ તથા બોટાદ તાલુકા પ્રમુખ કનુભાઈ ખાચર દ્વારા વિહળાનાથની છબી તથા વિહળ દર્શન પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું સહકાર ભારતી બોટાદ જિલ્લાના તમામ કાર્યકર્તામાં નીપાબેન મહેતા ઉપ પ્રમુખ તરીકે ચુટાતા આનંદની લહેર પ્રસરી ગઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.