હોસ્પિટલને મલ્ટીપેરા મોનિટર વિથ ઈ.ટી.કો -ર ટાઈપના 3 મશીનની ભેટ – મલ્ટિપેરા મોનિટર હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર, ઓક્સિજન, શ્વસન દર અને તાપમાન જેવા પરિમાણો પર રીઅલ-ટાઇમ ડેટા આપે છે
રાજકોટ - રાજકોટ પી.ડી. યુ. સિવિલ હોસ્પિટલને શ્રીમતી નિયતી વૈદ અને બ્રિજેન વેદ (લોસ એંજલસ, યુ.એસ.એ) દ્વારા મલ્ટીપેરા મોનિટર વિથ ઈ.ટી.કો-ર એવા ત્રણ મશીન ડોનેશનમાં આપવામાં આવેલ છે.
સિવિલ અધિક્ષક ડો. આર. એસ. ત્રીવેદીએ આ મશીનની વિષેશતાઓ અંગે જણાવ્યું હતું કે, મલ્ટિપેરા મોનિટર એ એક અત્યાધુનિક તબીબી ઉપકરણ છે. જે હોસ્પિટલમાં દાખલ દર્દીઓના વિવિધ મહત્વપૂર્ણ સંકેતોનું સતત નિરીક્ષણ અને રેકોર્ડ કરવાની સુવિધા પુરી પાડે છે. આ મોનિટર હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર, ઓક્સિજન સંતૃપ્તિ, શ્વસન દર અને તાપમાન જેવા પરિમાણો પર રીઅલ-ટાઇમ ડેટા પ્રદાન કરે છે.
આ તકે પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટના તબીબી અધિક્ષકશ્રી ડો. આર.એસ.ત્રીવેદીએ દાતાશ્રી શ્રીમતિ નિયતી વૈદ અને બ્રિજેન વેદના આ ઉમદા કાર્ય બદલ તેઓશ્રીને અભિનંદન પાઠવ્યા છે.
9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.