કનેસરા ગરબી મંડળમા આઠમા નોરતે 2,03,871 રૂપિયા આરતી થઈ - At This Time

કનેસરા ગરબી મંડળમા આઠમા નોરતે 2,03,871 રૂપિયા આરતી થઈ


(રીપોર્ટ મુના સાસકીયા દ્વારા)
કનેસરા ગામે નવરાત્રી દરમ્યાન આઠમા નોરતે બાળાઓ માટે રમવામા આવે છે. તે દિવસે જે આવક થાય તે ગરબી રમતી બાળાઓ માટે વાપરવામા આવે છે. આ દિવસે 2,03,871 રૂપિયાની આરતી થઈ હતી. આ દિવસે વીર વછરાજ નાટક ભજવવામા આવ્યું હતું. આજુબાજુના ગામના લોકો પણ જોવા માટે પધાર્યા હતા. આરતી ઉપરાંત બીજા માનતાના અને અન્ય સૌ દ્વારા દાન આપવામા આવેલ એ મળીને કુલ 5,26000 રૂપિયાની આવક થઈ હતી. આ બધી રકમની બાળાઓને લહાણી લઈ આપવામા આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.