નવરાત્રી બાદ ગરબા (મટકી) ને ચકલીના રહેઠાણ માટે ચકલી ઘર બનાવ - At This Time

નવરાત્રી બાદ ગરબા (મટકી) ને ચકલીના રહેઠાણ માટે ચકલી ઘર બનાવ


નવરાત્રી બાદ ગરબા (મટકી) ને ચકલીના રહેઠાણ માટે ચકલી ઘર બનાવ
ગ્રીન મૅન સી.એલ.ભીકડીયા ની અપીલ
નવરાત્રી ના નવ દિવસ આપણે સૌ જગત જનની માતાજી ની આરાધના ભક્તિ કરીએ છીએ. નવ દિવસ ગરબા ની પૂજા ,અર્ચના કરી પછી ગરબાને મંદિર, તળાવ કે નદી માં વિસર્જન કરીએ છીએ.
જો આ ગરબાને લુપ્ત થતી ચકલીઓ માટે ચકલી ઘર બનાવી તેને ઘર આંગણે , વૃક્ષો કે થાંભલા પર લટકાવી દઈ ચકલી બચાવો અભિયાન માં સહભાગી બનવા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ સંસ્થા વતી ગ્રીન મૅન સી.એલ.ભીકડીયા નો અનુરોધ છે. ગરબા ને ચકલી જઇ શકે તેટલું કાણું અને બે ત્રણ હવા મળી શકે તેવા નાના કાણા પાડી ગરબા ઉપર ઢાકણ કે પ્લાસ્ટીક બાંધી દોરી કે તાર વડે લટકાવી શકાય.
હાલ શહેરી વિસ્તારમાં ચકલીઓ નું પ્રમાણ ખૂબ જ ઓછું છે ત્યારે ઘર આંગણે ચકલી ની ચી..ચી..સાંભળી શકીશું.અને જીવદયા નું ઉત્તમ પુણ્ય પ્રાપ્ત કરી શકશું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.