માંગણી: ગુરુ આશ્રમ બગદાણા દ્વારા બગદાણાને જોડતા માર્ગો પહોળા કરી માંગણી કરાય નવિનીકરણ કરવા મુખ્યમંત્રીને પત્ર લખી - At This Time

માંગણી: ગુરુ આશ્રમ બગદાણા દ્વારા બગદાણાને જોડતા માર્ગો પહોળા કરી માંગણી કરાય નવિનીકરણ કરવા મુખ્યમંત્રીને પત્ર લખી


(રિપોર્ટ ભુપત ડોડીયા બગદાણા)

માંગણી: ગુરુ આશ્રમ બગદાણા દ્વારા બગદાણાને જોડતા માર્ગો પહોળા કરી માંગણી કરાય નવિનીકરણ કરવા મુખ્યમંત્રીને પત્ર લખી માગણી કરાય

ઠાડચથી બગદાણા અને ઓથા-બગદાણા રોડનો પ્રશ્નન મહુવા તાલુકાના બગદાણા ધામને જોડતા ઠાડચથી બગદાણા અને ઓથા-બગદાણા રોડને પહોળા અને નવા બનાવવા ગુરૂઆશ્રમ બગદાણા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરેલ છે. બગદાણામાં બજરંગદાસબાપાના મંદિરે લોકો બહોળી સંખ્યામાં આવતા હોય બિસ્માર માર્ગથી તોબા પોકારી જાય છે
બગદાણા ધામને ચારે બાજુથી જોડતા ઠાડચથી બગદાણા રોડ તેમજ રોહિશા ચોકડી(ઓથા) થી બગદાણા રોડ સરકાર તરફથી 7 મીટરમાંથી 10 મીટર પહોળો અને ઠળીયા, રાળગોન ગામમાં બાયપાસ રસ્તા સાથે મંજુર થયેલ છે. હજી સુધી આ કામ શરૂ થયેલ નથી. આ બંને રસ્તાનું કામ શરૂ કરવામાં ઘણો સમય થયો છે
ગુરૂઆશ્રમ બગદાણા ખાતે હજારો-લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવાગમન કરે છે એટલા જ પ્રમાણમાં વાહનોનું પણ આવાગમન થતુ હોય, તેમજ આવતા સમયમાં તા.17/1/25ના પૂ.બજરંગદાસ બાપાની નિર્વાણ તિથી મહોત્સવની ઉજવણી છે

આ બંને રોડ એટલા બધા બિસ્માર હાલતમાં છે, કે એક કિલોમીટર સુધી પણ સારી હાલતમાં નથી. આ રસ્તાઓ માર્ગ અને મકાન વિભાગ દ્વારા વહેલીતકે બંને રોડ પહોળા કરી નવા બનાવવા માંગ કરેલ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.