સુરેન્દ્રનગર 80 ફુટ રોડ પર ગેરકાયદે બાંધકામ સબબ શારદા ગીતા સ્કૂલને સીલ કરાઇ. - At This Time

સુરેન્દ્રનગર 80 ફુટ રોડ પર ગેરકાયદે બાંધકામ સબબ શારદા ગીતા સ્કૂલને સીલ કરાઇ.


સુરેન્દ્રનગર જિલ્લાના 80 ફૂટ રોડ ઉપરની શારદા ગીતા સ્કૂલનું ગેરકાયદેસર બાંધકામ કરી સંચાલન થતું હતું આ બાબતે વર્ષ 2020માં પાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની નોટીસ અપાઇ હતી પરંતુ 4 વર્ષ વીતિ જવા છતાંય ગેરકાયદે બાંધકામ યથાવત રહયુ છે ત્યારે રાજકોટની ગોઝારી ઘટના બાદ વિદ્યાર્થીઓની સલામતી માટે કરાયેલી રજૂઆતના અહેવાલો પ્રસિધ્ધ થતાની સાથે જ રીજિયોનલ ફાયર ઓફીસર દ્વારા નોટીસ આપી તંત્રની ટીમની હાજરીમાં શાળાને સીલ કરી દેવાઈ છે બીજી તરફ ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરૂકુલને નોટીસ અપાઇ છે જ્યાં બ્રહમાનંદ વિદ્યાલય અને જ્ઞાન શકિત સ્કૂલ પણ ચાલે છે જે બિલ્ડીંગના પ્લાન પાસ કે બાંધકામની મંજૂરી નહીં આપ્યાનું તંત્ર જણાવે છે તો સ્કૂલની મંજૂરી માટે મુકાયેલા પ્લાન કે બાંધકામની મંજૂરીની રજૂ કરાયેલી કોપી શિક્ષણ વિભાગ દ્વારા પાલિકા, તાલુકા પંચાયત પાસે ક્રોસ ચેકીંગ કરાવશે તો સત્ય બહાર આવી શકશે બીજી તરફ ગુરૂકુળ સ્થિત ઘનશ્યામ ભુવન કે જ્યાં અનેક છાત્રો ભકતો વસવાટ કરે છે એને પાલિકાએ નોટીસ આપી છે જે બિલ્ડીંગના પ્લાન પાસ બાંધકામની મંજૂરી સહિતની વિગતો ચકાસ્યા બાદ ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે સુરેન્દ્રનગરમાં રવિવારે રજાના દિવસે પણ શહેરના 80 ફુટ રોડ પરની શાળા સીલ કરવાની કાર્યવાહી સાથે સાથે વધુ 14 એકમને ફાયર સેફટી બાબતે નોટીસ અપાઈ છે જેમાં હોસ્પિટલ, હોટેલ, જીમ સહિતનાઓનો સમાવેશ થાય છે જાહેરમાં ફાયર સેફટી વગર અને નિયમોને નેવે મુકી ચાલતા એકમોને સીલ કરવાની શરૂઆત થતા અન્ય એકમોના માલિકોમા ફફડાટ ફેલાયો છે શિક્ષણ વિભાગે શાળાની માન્યતા રદ કરવાનો વર્ષ 2019માં અભિપ્રાય પણ આપ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.