નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે પ્રથમ વખત વિમેન્સ ટીમની 3 મેચની વનડે સિરીઝ, આજે બન્ને ટીમનું થશે આગમન - At This Time

નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે પ્રથમ વખત વિમેન્સ ટીમની 3 મેચની વનડે સિરીઝ, આજે બન્ને ટીમનું થશે આગમન


ટી-20 વર્લ્ડ કપ પછી BCCI દ્વારા ભારતની મહિલા ટીમ માટે વધુ બે ટીમો સાથે શ્રેણીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ડિસેમ્બર 2024માં વેસ્ટ ઈન્ડિઝ સામે મેચ રમાયા બાદ નવા વર્ષના પ્રારંભે આયર્લેન્ડ સામે વનડે મેચની શ્રેણી રમાવવા જઇ રહી છે. જે તમામ 3 મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમવામાં આવશે. જેના માટે બન્ને ટિમોનું આજે 6 જાન્યુઆરીના રોજ રાજકોટમાં આગમન થનાર છે. જેને લઇ રાજકોટમાં ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે એક દાયકા કરતા વધુ સમયથી કાર્યરત આ સ્ટેડિયમમાં પ્રથમ વખત વિમેન્સ ટિમ ક્રિકેટ રમશે અને તેમાં ઇન્ડિયા તેમજ આયર્લેન્ડ ટીમની મહિલા ખેલાડીઓ રાજકોટની મહેમાન બનશે અને પ્રેક્ષકો માટે એન્ટ્રી ફ્રી રાખવા નિર્ણય સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.