પરિણીતાને સાસરિયાનો ત્રાસ: પિતા મળવા આવ્યા ત્યારે ઢસડીને ઘરમાંથી કાઢી મૂકી
રાજકોટ,તા.20
રૈયારોડ પાસે અલકાપુરીમાં રહેતા કિંજલબેન જયભાઇ અનડકટ (ઉ.વ.36)એ ફરિયાદમાં સાસરિયાઓ ધર્મેન્દ્રરોડ પર કડીયાનવલાઈનમાં રહેતા જયભાઇ હરીલાલ અનડકટ, કોકિલાબેન હરીલાલ અનડકટ, દિવ્યાબેન હરીલાલ અનડકટ, તૃપ્તીબેન હરીલાલ અનડકટ, ક્રિષ્નાબેન હરીલાલ અનડકટ,ખ્યાતીબેન હરીલાલ અનડકટ અને જુલીબેન હરીલાલ અનડકટ નું નામ આપતા ત્રાસ અંગેની ફરિયાદ નોંધાઈ હતી.
કિંજલબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા માતા પિતા તથા મારા બાળક સાથે રહુ છુ અને ઘરકામ કરુ છુ.મારે દિકરો છે.હું મારા પતિ સાથે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ.મારા પિતાનું નામ રણજીતભાઇ પરમાર(ભીલ)છે.આજ થી આશરે છ એક વર્ષ પહેલા એટલે કે,2016 માં વિરાણી કોલેજમાં હુ ભણતી ત્યારે મારી સાથે જય અનડકટ મારી સાથે અભ્યાસ કરતો અને અમો બન્ને હળતા મળતા અને અમો બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયેલ અને એક વખત આ જય અનડકટે મને લગ્ન કરવાની પ્રપોઝલ મુકેલ જેથી મે તેને કાઇ જવાબ આપેલ નહી
ત્યારબાદ અમે બન્ને એ કોલેજનો અભ્યાસ પુરો થઇ જતા આ જય અમદાવાદ ખાતે જતો રહ્યો હતો અને અવારનવાર મને ફોન કરતો જેમા એક દિવસ મને જણાવેલ કે, મે હજુ લગ્ન કરેલ નથી તો તારે લગ્ન કરવા હોય તો હું તૈયાર છુ તેમ કહેતા મેં મારા બાપુજીને વાત કરેલ અને જયે જે વાત કરેલ તે વાત કરતા મારા બાપુજીએ મને કહેલ કે જો તને ગમતુ હોય તો અમારી ના નથી તેમ કહેતા મેં જય અનડકટને ફોન કરી જણાવેલ કે મારા બા બાપુજીની લગ્ન કરવાની સહમતી છે.
જયે કહેલ કે હું મારા માતા તથા બહેનો ને પુછી લવ એટલે મે કહેલ કે કાઇ વાંધો નહી તે વાતને છ માસ વિતી ગયેલ બાદ આ જયે કહેલ કે,મારા માતા તથા બહેનો માની ગયેલ છે તો આપડે લગ્ન કરી લઇએ તેમ કહેતા મે મારા બાપુજીને વાત કરતા અમારા બન્નેના લગ્ન તા.12/05/2016 ના રોજ કરેલા અને લગ્ન બાદ હું રાજકોટ ધમેન્દ્ર રોડ કિડવાઈનગરમાં મારું સાસરુ આવેલ છે.ત્યા ગયેલ અને લગ્નના ત્રણ ચાર દિવસ બાદ મારા સાસુ તથા મારા પાંચેય નણંદો મારી સાથે સરખી વાતો ન કરતા અને મને કહેતા કે,તુ તારા માવતરેથી કાઇ કરીયાવર લાવેલ નથી અને તારા બાપુજી સાવ ગરીબ છે તેમ કહી મેણા ટોણા મારતા ત્રાસ આપતા હતા.
અમો અમદાવાદ ખાતે રહેવા જતા રહ્યા હતા અને વાર તહેવારે રાજકોટ આવતા ત્યારે આ મારા સાસુ તથા મારી પાંચેય નણંદો મારી સાથે પહેલાની જેમ જ વર્તન કરતા અને એક વખત મને કહેલ કે બીજી જ્ઞાતિની છે અને તારે ઘરમાં કોઇ રસોઇ કે પુજા પાઠ કરવા નહી તેમ કહી મને મારી સાસુ તથા મારી નણંદો મને જ્ઞાતી પ્રત્યે હળધુત કરતા જેથી હુ મારા પતિ ને કહેતી તો મારા પતિ પણ મારા સાસુ તથા નણંદોનો પક્ષ ખેચતા અને કહેતા કે,તારે અહી રહેવુ હોય તો આ બધુ સહન કરવું પડશે.
જેથી હું મુંગા મોઢે સહન કરતી અને કોરોના ના સમયે રાત્રીના 11 વાગ્યાની આસપાસ કરફ્યુ સમયે મેં મારા પિતાજીને મારા ઘરે બોલાવેલ તો મારા પિતાજીને મારું ઘર મળતુ ન હોય જેથી મે કહેલ કે,હું બહાર શેરીમાં જઇ મારા પિતાજીને તેડી આવુ તેમ કહેતા આ મારી સાસુ તથા નણંદોએ કહેલ કે , તારે બહાર જવુ નથી.તેઓ ઘર ગોતી લેશે તેમ કહી મારી સાસુ તથા નણંદોએ મને પકડી રાખી હતી અને મારા પતિએ મને બે જાપટ મારી મારો હાથ પકડી મને ઢસડીને ઉપરના માળે લઇ ગયા હતા. થોડીવાર બાદ મારા પિતાજી મારા ઘરે આવતા તેને પણ આ મારા સાસરિયાઓ ગાળો આપવા લાગેલ
અને મારા પિતાજીને પણ જ્ઞાતી પ્રત્યે હળધુત કરેલ અને કહેલ કે,તમારી દિકરી અમારે જોતી નથી તમે તમારા ઘરે લઇ જાવ તેમ કહી મને તથા મારા બાપુજીને ઘરમાંથી કાઢી મુકેલ અને ઘરના દરવાજા બંધ કરી દીધા હતા અને મારું બાળક પણ તેઓએ લઇ લીધેલ હતુ જેથી હું તથા મારા પિતાજી મારા પિયરીયામાં આવતા રહ્યા હતા અને ત્યાથી રાતના મહિલા પોલીસ સ્ટેશન આવેલ અને મારા બાળક વિશે વાત કરતા 181 ની ગાડીમાં અમને બેસાડી મારા સાસરે લઇ આવેલ અને ત્યાથી મારા બાળકનો કબ્જો મને અપાવ્યો હતો. આ લોકો મને તેડવા ન આવતા ફરિયાદ નોંધાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.