બોટાદ જિલ્લાનો સૌથી મોટો ઈનામ વિતરણ કાર્યક્રમ શ્રી કડવા પાટીદાર શૈક્ષણિક સંકુલ બોટાદમાં યોજાયો
(ચિંતન વાગડીયા)
બોટાદ જિલ્લામાં શિક્ષણમાં સર્વોચ્ચ સંસ્થા તેમજ વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ માટે કાર્ય કરતી સર્વોપરી સંસ્થા શ્રી કડવા પાટીદાર શૈક્ષણિક સંકુલ બોટાદમાં વિદ્યાર્થીઓમાં રહેલી કલાશક્તિ, સુષુપ્તશક્તિ બહાર લાવવા,વિવિધ કૌશલ્યો કેળવાય,ચારિત્ર્ય ઘડતર તેમજ વિદ્યાર્થીઓમાં સ્કીલ ડેવલપ થાય તેવા હેતુથી સંસ્થાના સંચાલક દિનેશભાઈ જાખણીયાના માર્ગદર્શન અને સંચાલન હેઠળ વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓ તથા પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે વર્ષ 2024/25 દરમિયાન શાળામાં ધો.5 થી 12 માં 12 જેટલી સ્પર્ધાઓ યોજવામાં આવેલ હતી.નર્સરી થી ધો.4 સુધીના બાળકોમાં વિવિધ કૌશલ્યનો વિકાસ થાય તે માટે 16 જેટલી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. આ સ્પર્ધાઓ સિવાય વર્ષ દરમિયાન 24 જેટલી વિવિધ પ્રવૃત્તિઓ યોજાઇ હતી આ દરેક સ્પર્ધામાં પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગ તેમજ ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવેલ હતા.
બોટાદ જીલ્લાના સૌથી મોટા ઇનામ વિતરણ કાર્યક્રમમાં 247 વિદ્યાર્થીઓને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સૌપ્રથમ તેજસ્વી 41 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગણિત વિજ્ઞાન પ્રદર્શનના 33 વિદ્યાર્થીઓને, નર્સરી થી ધો.4 સુધીના વિવિધ સ્પર્ધાના 42 વિદ્યાર્થીઓને, ધો.5 થી 12 ના વિવિધ સ્પર્ધા અને પ્રવૃત્તિના વિજેતા 131 વિદ્યાર્થીઓને મળી કુલ પ્રથમ નંબરના 128 ,દ્વિતીય નંબરના 63 અને તૃતીય નંબરના 56 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ઇનામ વિતરણ કાર્યક્રમ અલગ અલગ દિવસોમાં 5 દિવસ સુધી ચાલ્યો હતો. આ પ્રસંગે દરેક શિક્ષકોએ પ્રેરણાદાયી પ્રવચનો કર્યા હતા. સંસ્થાના સંચાલકશ્રી દિનેશભાઈ જાખણિયાએ વિદ્યાર્થીઓને આગામી વર્ષમાં વધુમાં વધુ વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ શાળાનું, માતા-પિતાનું ,સમાજનું અને રાષ્ટ્રનું ગૌરવ વધારો તેવી શુભેચ્છા પાઠવી હતી. ઇનામ વિતરણ કાર્યક્રમને સફળ બનાવવામાં સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટર :ચિંતન વાગડીયા બરવાળા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
