આજે સિહોર શહેર કોંગ્રેસ દ્વારા સિહોરના બિસ્માર ઘોરી માર્ગની મરામત નહિ કરાતા વડલાચોક ખાતે રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું - At This Time

આજે સિહોર શહેર કોંગ્રેસ દ્વારા સિહોરના બિસ્માર ઘોરી માર્ગની મરામત નહિ કરાતા વડલાચોક ખાતે રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું


શિહોર માંથી પસાર થતા ભાવનગર રાજકોટ નેશનલ હાઈવે પર ગુંદાળા થી લઈને વળાવડ ફાટક સુધીનો રસ્તો ખરાબ હોય અને ઠેર ઠેર મોટા ખાડાઓ હોવાથી અહીંથી પસાર થતા વાહનચાલકો ને અગવડતા પડતી હોય છે ત્યારે સિહોર શહેર કોંગ્રેસ દ્વારા છેલ્લા આઠ મહિનાથી અનેક ફરિયાદો અને રજૂઆતો કરી હોવા છતા નપાવટ તંત્રના પેટનું પાણી હલતું નથી ત્યારે આજરોજ સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સિહોરના વડલાચોક રોડ પર હોર્ડીગ સાથે ભાવનગર રાજકોટ હાઈવે પર સૂત્રોચ્ચાર કરીને રોડ બંધ કરીને ચક્કાજામ કરવામાં આવ્યું અને પોલીસ તંત્ર દ્વારા કોંગ્રેસના આગેવાનો કાર્યકરોની ધરપકડ કરવામાં આવેલ ત્યાર બાદ સિહોર પ્રાંત અધિકારી ને આવેદન આપીને રજૂઆત કરવામાં આવી હતી. આ તકે સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ, ધીરુભાઈ ચૌહાણ,પૂર્વ વિપક્ષ નેતા કિરણભાઈ ઘેલડા, યુવરાજ રાવ, રાજુભાઈ ગોહિલ, નૌશાદ કુરેશી,ધવલ પલાનીયા, કિશનભાઇ મહેતા યોગેશ વ્યાસ,નટુભાઈ ત્રિવેદી,ચેતન ત્રિવેદી, છોટુભા રાણા,કિરીટસિંહ મોરી,આરીફભાઈ અશોકસિહ સોનગઢ ,અમરસંગભાઈ ઘેલડા, અશોક બુધ્ધભટ્ટી,વિપુલભાઈ ત્રિવેદી, પરેશ બાજક,દેવ મકવાણા, ઈશ્વર નમસા ડી પી આસલ વગેરે કાર્યકરો જોડાયા હતા... રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.