પ પૂજ્ય ૧૦૮ ધર્મકુળ નૃગેન્દ્રપ્રસાદદાસજી ની પાવન નિશ્રા. ૪૨૫ ગ્રામ્ય માં દિવ્ય શાકોત્સવ યાત્રા ફરી. ગઢપુર ધામમાં ૪૦ હજાર સત્સંગી વચ્ચે ઉજવાયો ભવ્ય મહા શાકોત્સવ
પ પૂજ્ય ૧૦૮ ધર્મકુળ નૃગેન્દ્રપ્રસાદદાસજી ની પાવન નિશ્રા.
૪૨૫ ગ્રામ્ય માં દિવ્ય શાકોત્સવ યાત્રા ફરી.
ગઢપુર ધામમાં ૪૦ હજાર સત્સંગી વચ્ચે ઉજવાયો ભવ્ય મહા શાકોત્સવ
બોટાદ રોડ પર ગઢપુર ધામમાં ઉજવાયો ભવ્ય મહા શાકોત્સવ.શ્રી સ્વામિનારાયણ ભગવાનને જીવાત્માને પરમાત્મા સાથે જોડવા ભજન સાથે ભોજનની પરંપરા શરૂ કરી ઉત્સવ રૂપે ઉજવણી ની શરૂઆત કરી હતી તે પરંપરા માં ભગવાન શ્રી સ્વામિનારાયણની કર્મભૂમિ એવા ગઢપુર ધામમાં પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજીમહારાજના ૭૫ માં જન્મોત્સવ વર્ષે ગઢડા દેશના ૪૨૫ ગામોમાં શાકોત્સવ યાત્રા ફરીને તારીખ.૨૧/૦૨/૨૪ નાં રોજ ગઢપુર ખાતે શાકોત્સવનો સમાપન મહાશાકોત્સવ પરમ પૂજ્ય ૧૦૮ ભાવી આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ની પાવન ઉપસ્થિતિમાં ભવ્યતાથી ઉજવાયો.
આ સમગ્ર આયોજન તારીખ. ૨૧/૦૨/૨૪ નાં સવારે ૮-૦૦ વાગ્યે શ્રી ઘેલા નદીથી શોભાયાત્રા નીકળી હતી અને ગઢપુર નગરમાં ફરીને બોટાદ રોડ રિલાયન્સ પેટ્રોલ પંપ સામે સત્સંગ સભામાં પહોંચી હતી જેમાં બહારગામ થી અને ગઢપુરના નગરજનો ૪૦ હજાર થી વધારે સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા અને શાકોત્સવનો અનેરો લાભ લીધો હતો સાથે પરમ પૂજ્ય ૧૦૦૮ શ્રી આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજીમહારાજના ૭૫ માં જન્મોત્સવ વર્ષ નિમિત્તે ૭૫ ગામના ભક્તો દ્વારા સાવરકુંડલા થી ગઢપુર ભક્તિ પર્વ પદયાત્રાનું પણ સમાપન થયું હતું.આ સમગ્ર આયોજન ગઢપુરના શાસ્ત્રી સ્વામી શ્રી ઘનશ્યામવલ્લભદાસજી તથા શ્રી એસપી સ્વામીના માર્ગદર્શન અનુસાર ગઢપુર ધામના ધર્મકુળ આશ્રિત સંતો-પાર્ષદો અને શ્રી ગોપીનાથજી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.આ શાકોત્સવમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ ગઢડા દેશના બહેનો દ્વારા ૭૦ મણ બાજરાના રોટલા પવિત્રતાથી બનાવી લાવવામાં આવ્યા હતા.આ મહોત્સવ માં વડતાલ, જુનાગઢ આદિ ધામના સંતો પાર્ષદો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો દુર દુરથી બસો ટેમ્પા આઈસર માં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે ગઢપુર નગરના વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ શ્રી બાબુભાઇ જેબલિયા, શ્રી સુરેશભાઈ ગોધાણી સહિત રાજકીય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.શ્રી વિશ્વ હિન્દુ પરિષદ બોટાદ જિલ્લાના વડા શ્રી સતુભાઈ અને ગઢડા ના હોદેદારો દ્વારા પુજય ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજીમહારાજ શ્રી અને શાસ્ત્રી સ્વામી ઘનશ્યામવલ્લભદાસજી તથા શ્રી એસ.પી સ્વામીને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે બાપુશ્રી દાદાખાચર પરીવાર અને બાપુજી જીવા ખાચર પરીવાર ના ભકતો ઉપસ્થિત રહ્યા હતા.સાથે સત્સંગ સમાજ વતી શ્રી નંદલાલભાઈ બામટા - બગસરા, શ્રી ગોરધનભાઈ કાનાણી સાવરકુંડલા તેમજ ગઢડા વિસ્તાર ના સામાજિક આગેવાનો, શ્રી મોહનભગત, શ્રી સંજયભાઈ ઠાકર, શ્રી હમીરભાઈ લાવડીયા સહિત ના એ ઉદ્બોધન કર્યા હતા.રસિકભાઈ અમરાપર અને શ્રી ભુપતભાઇ માંડાણી દ્વારા વિશાળ મંડપ વ્યવસ્થા કરવામાં આવી હતી.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.