કે એમ કોઠારી હાઇસ્કુલ સતલાસણામાં ઉતરાયણ પર્વની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ સાવચેતી રાખવી તે અંગેની માહિતી આપવામાં આવી.
કે એમ કોઠારી હાઇસ્કુલ સતલાસણામાં ઉતરાયણ પર્વ ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ એ શું સાવચેતી રાખવી તે અંગેની જરૂરી માહિતી શાળાના આચાર્ય ડી ડી પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ આપવામાં આવી જેમાં ઉત્તર ગુજરાત વીજ કંપની સતલાસણા દ્વારા પતંગ ચગાવતી વખતે મેગ્નેટિક ટેપ નો ઉપયોગ કરવો નહીં તથા પતંગ ના દોરા વીજ વાયરમાં ભરાયેલા હોય તો એને ખેંચવા નહીં પતંગ લેતી વખતે વીજ લાઈન માટે લોખંડનો સળીયો કે એલ્યુમિનિયમની સ્ટિક વાપરવી નહીં તેમજ ટાવર ઉપર ચડવું નહીં કે વીજ વાયર પસાર થતા હોય તેની સાવ નજીકથી પતંગ ઉડાડવા નહીં અને ખાસ ચાઈનીઝ બનાવટની દોરી કે ક્રીશ જેવા દોરા વાપરવા નહીં આ અંતર્ગત વિદ્યાર્થીઓને ખૂબ જ સારી માહિતી આપવામાં આવી ઉપરોક્ત સમગ્ર કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય સેવા યોજનાના કન્વીનર પ્રજાપતિ બાબુભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું
+919173730737
આ પ્રકારના તમામ સમાચાર માટેે
