જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો……..
જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો........
ગઈકાલ તા 26/ 11/ 23, રવિવારના રોજ જાયન્ટ્સ હિંમતનગર સહીયરના પ્રમુખશ્રી પ્રો.ડો.રીટાબેન જોશીના ઘરે સ્નેહ મિલન સમારંભ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મંત્રી ફાલ્ગુનીબેન, સહમંત્રી અમીબેન,આંતરિક ઓડીટર રાજેશ્રીબા રહેવર તેમજ કિંજલબેન જીજ્ઞાબા, રાજેશ્વરીબેન, નેહાબેન, ભાવિનીબેન વગેરે હાજર રહ્યા હતા. જાયન્ટ્સ હિંમતનગરના પ્રમુખ જયંતભાઈ જોશી, મંત્રી નિગમભાઈ, આંતરિક ઓડિટર નિશાન કુમાર તેમજ ગ્રુપના અન્ય સભ્યો હાજર રહ્યા હતા. સૌએ ભેગા થઈને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી ત્યારબાદ પ્રમુખશ્રી રીટાબેને વર્ષ દરમિયાન થયેલા પ્રોગ્રામની ચર્ચા કરી તેમજ મેમોગ્રાફીના પ્રોગ્રામની પણ ચર્ચા કરવામાં આવી. મંત્રી ફાલ્ગુની બેનએ વર્ષ દરમિયાન થયેલા પ્રોગ્રામનો અહેવાલ રજૂ કર્યો. ત્યારબાદ સૌએ સાથે મળીને ભોજન લીધું તેમજ ફટાકડા ફોડી સ્નેહમિલનની ઉજવણી કરી સ્નેહમિલન કાર્યક્રમના દાતા પ્રમુખશ્રી રીટાબેન જોશી હતા. આ કાર્યક્રમમાં દરેક સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.