હળવદના મેરૂપર ગામ નજીક કેનાલ ઉપર લગાવેલ ત્રણ પાણીની મોટરની ચોરીની ફરિયાદ નોંધાઈ
હળવદ તાલુકાના મેરૂપર ગામની સીમમાં આવેલ કેનાલ ઉપર સિંચાઇ માટેના પાણી ખેતરમાં પહોંચતું કરવા ત્રણ ખેડૂતોએ પાણીની મોટર લગાવેલી હતી જે ત્રણેય મોટર કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા ચોરી કરી લઇ ગયા હોય ત્યારે પાણીની ત્રણ મોટરની ચોરી અંગે હળવદ પોલીસ મથકમાં ખેડૂત દ્વારા ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર હળવદના મેરૂપર ગામે રહેતા ખેડૂત મહીપતસિંહ દિલીપભાઇ ખેર ઉવ.૩૬ એ તથા તેમની સાથે અન્ય બીજા બે ખેડૂત સહીતનાઓએ મેરૂપર ગામની સીમમાં પસાર થતી કેનાલમાંથી સિંચાઈ માટે પાણી પોતાના ખેતરમાં પહોચતું કરવા કેનાલ ઉપર અલગ અલગ ત્રણ મોટર લગાવેલી હતી. ત્યારે ગત તા. ૩૦ એપ્રિલના સાંજના આઠેક વાગ્યાથી તા-૦૧ મે સવારના નવેક વાગ્યાના સમયગાળા દરમ્યાન લગાવેલી ત્રણેય પાણીની મોટરોની કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા ચોરી કરી લઇ ગયા હતા. ત્યારે ફરિયાદી સહિતના ત્રણેય ખેડૂતો દ્વારા આજુબાજુમાં તપાસ કરતા પાણીની મોટર મળી આવેલ ન હોય જેથી આખરે ત્રણ પાણીની મોટરની ચોરી અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.