ઇડર મુકામે એજ્યુકેશન ઇનોવેશન ફેર યોજાયો
ઇડર મુકામે એજ્યુકેશન ઇનોવેશન ફેર યોજાયો.......
જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, ઇડર ખાતે સાબરકાંઠા જિલ્લા કક્ષાનો નવમો એજ્યુકેશન ઈનોવેશન ફેર તારીખ 16,17 અને 18 ઓક્ટોબર દરમિયાન યોજાયો. જેમાં શિક્ષકો દ્વારા વિવિધ 25 કૃતિઓની રજૂઆત કરાઈ. આ ઇનોવેશન ફેરમાં હિંમતનગર તાલુકાની સરકારી માધ્યમિક શાળા મનોરપુરના અંગ્રેજી શિક્ષક ગુલાબભાઈ મનસુરી દ્વારા એક નવીન પ્રયોગ રજૂ કરવામાં આવ્યો. જેમાં ધોરણ ૯ અને 10 ના બાળકો અંગ્રેજી વાક્યોને એના કાળ ને સરળતાથી સમજી શકે અને કેવી રીતે તેનો ઉપયોગ કરવો તેની પદ્ધતિ શીખવાડી. તેમજ રોજબરોજની વાતચીતમાં કાળનો ઉપયોગ કરી શકે તે માટે chart દ્વારા Tlm દ્વારા Easy Technique to learn tense in English (અંગ્રેજી વિષયમાં કાળ શીખવાની સરળ પદ્ધતિ)... નામનો પેડોગોજી આધારિત પ્રયોગને સન્માન મળ્યું. આ કૃતિને જિલ્લા લેવલે શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી કરવામાં આવેલ છે. ગુલાબભાઈ મનસુરી દ્વારા આ પ્રયોગનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીનો કાળ પ્રત્યેનો હાઉ દૂર થાય અને તેનો રોજબરોજની વાતોમાં ઉપયોગ કરે તે માટેની સજાગતા આવી છે.... સમગ્ર ઈનોવેશન ફેરમાં ડો. નિશાંત ઓઝા સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન મળી રહ્યા હતા. સુચારું સંચાલન બદલ સાહેબ તથા પ્રાચlર્ય કે. ટી પુરણીયા સાહેબ અને સમગ્ર ડાયટનો આભાર વ્યક્ત કરીએ છીએ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.